ઘણીવાર કામ કરતા કરતા સ્માર્ટફોન પાણીમાં પડી જાય છે, તો ક્યારેક વરસાદના પાણીમાં પલળી જાય છે. હજી પણ માર્કેટમાં અનેક સ્માર્ટફોન એવા હોય છે, જે વોટરપ્રુફ નથી હોતા અને પલળી જવા પર ખરાબ થઈ જાય છે. જો તમારો સ્માર્ટફોન પાણીમાં પલળે તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. સૌથી પહેલા તો સમજી લેવું કે મોબાઈલ પલળી જવા પર તમારે શું કરવું અને શું ન કરવું.
આવું ક્યારેય ન કરવું
– જો તમારો ફોન પાણીમાં પડી જાય છે તો ક્યારેય ખોટું ન બોલો. ફોન ખરીદતા સમયે કંપની દ્વારા આપવામાં આવેલા પેપર્સને ધ્યાનથી વાંચો કે તેમાં કઈ કઈ સ્થિતિમાં સર્વિસ આપવાની સુવિધા આપવામાં આવી છે. અનેકવાર પાણીમાં પડવાથી પણ સર્વિસ આપવાની સુવિધા અપાય છે. આવામાં તમે આસાનીથી સર્વિસ કરાવી શકો છો. ક્યારેય ખોટુ બોલીને સર્વિસ ન કરાવો. નહિ તો ફોન બરાબર રિપેર નહિ થાય.
– ફોન પલળી જાય તો તેને ક્યારેય હેરડ્રાયરથી ન સૂકાવો. આવું કરવાથી તેની અંદરના ઈલેક્ટ્રીક પાર્ટસ બળી જાય છે અને તેને નુકશાન પહોંચી શકે છે.
– અનેકવાર લોકો ફોનને ઓવનમાં રાખે છે, જે બહુ જ ખોટું છે. તેનાથી ફોનને વધુ નુકશાન પહોંચશે અને કંઈક બીજી ઘટનાઓ પણ બની શકે છે.
– ફોન પલળી જાય તો ક્યારેય ચાર્જ ન કરો. આવું કરવાથી શોર્ટ સર્કિટનો ખતરો વધી જાય છે. અનેકવાર મોટી દુર્ઘટના પણ બની શકે છે. આ ઉપરાંત ફોન કે લેપટોપ કે કોઈ અન્ય ડિવાઈસથી પણ તેને કનેક્ટ ન કરો.