વર્ષ 2022 હવે માત્ર થોડા દિવસોનું મહેમાન છે અને દરેક જણ 2023 તરફ આશાઓ સાથે જોઈ રહ્યું છે. બોલિવૂડના ઘણા સ્ટાર કિડ્સ પણ આવનારા નવા વર્ષની આશા રાખી રહ્યા છે કારણ કે આ વર્ષ બોક્સ ઓફિસ પર તેમનું ભાવિ નક્કી કરવા જઈ રહ્યું છે. 2023માં એક નહીં, બે નહીં, પાંચ નહીં પરંતુ 10-10 સ્ટાર કિડ્સ ડેબ્યૂ કરશે
2023માં શાહરૂખ ખાન લાંબા ગેપ બાદ પડદા પર પરત ફરી રહ્યો છે, ત્યારે તેની લાડલી પણ નવા વર્ષની સાથે જીવનની નવી ઇનિંગ શરૂ કરશે. તેની કમાનોનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે, જે આવતા વરસે રજૂ થશે. એટલે કે શાહરૂખ અને સુહાના બંને માટે 2023નું વર્ષ ખૂબ જ ખાસ રહેવાનું છે.
ખુશી કપૂર :
સોનમ અને જાહ્નવી કપૂર બાદ હવે આ પરિવારની વધુ એક લાડલી બોલીવૂડમાં પગ મૂકવા જઇ રહી છે. તે બીજું કોઈ નહીં પણ બોની કપૂરની નાની લાડલી ખુશી કપૂર છે, જે ઝોયા અખ્તરની ફિલ્મ આર્ચીઝથી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરવા જઈ રહી છે, આ ફિલ્મ 2023માં રિલીઝ થશે.
અગસ્ત્ય નંદા: