Svg%3E

છેલ્લા બે વર્ષ તેમજ આવનારા વર્ષમાં ઘણી બધી સ્ટાર ડોટર્સ ફિલ્મોમાં પ્રવેશ કરવા જઈ રહી છે. તો આજે અમે તમને આ સ્ટાર ડોટર્સ વિષે વધારે જાણકારી આપવા જઈ રહ્યા છે.

સુહાના ખાન – શાહરુખ ખાનની દીકરી

Svg%3E
image source

શાહરુખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાન અવારનવાર ચર્ચામાં રહે છે. સુહાના ખાને હજુ તો ફિલ્મોમાં પ્રવેશ પણ નથી કર્યો અને તેણીનું ફેન ફોલોઇંગ લાખોનું છે. તેણી તો પોતાનું કોઈ સોશિયલ મિડિયા અકાઉન્ટ પણ નથી ધરાવતી પણ તેણીની સુહાના ખાન્સ ફેન ક્લબ પર શેર કરવામાં આવતી તસ્વીરો હંમેશા વાયરલ રહે છે. જો કે તાજેતરમાં તેણીને મુંબઈના એક ઓડિશન સ્ટુડિયો બહાર જોવામાં આવી હતી અને ત્યાર બાદ તેણીના બોલીવૂડ પ્રવેશની ચર્ચાઓ વાયુવેગે ફેલાવા લાગી છે.

જાહ્નવી કપૂર – શ્રીદેવીની દીકરી

bollywood-sridevi-daughter-janhvi-kapoor-says-in-a-talk-show-she-choose-to-kiss-vicky-kaushal-not-kartik-aaryan-instagram-photos-live News18 Gujarati
image socure

શ્રીદેવી અને બોનીકપૂરની દીકરી જાહ્નવી કપૂરનો જન્મ 7 માર્ચ 1997ના રોજ થયો હતો. તેણીએ 2018માં પોતાની પ્રથમ ફિલ્મ ધડક સાથે બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જો કે તેની કેરિયરની શરૂઆત કરવામાં જે વ્યક્તિનો સૌથી મોટો ફાળો હતો તેવી તેની માતા શ્રીદેવી પોતાની દીકરી જાહ્નવીની પ્રથમ ફિલ્મ જોતા પહેલાં જ દુનિયામાંથી વિદાય પામી હતી. અને ભારત તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું એક મોટું મોજું ફરી વળ્યું હતું. જેનું દુઃખ આજે પણ જાન્હવીને સતાવે છે. જાહ્નવીને તેણીની ડેબ્યુ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુટન્ટનો ઝી સિને અવોર્ડ પણ મળી ચુક્યો છે. હાલ તેણી ઘણા બધા બોલીવૂડ પ્રોજેક્ટ્સ પર કામ કરી છે.

નવ્યા નવેલી નંદા – શ્વેતા બચ્ચન નંદાની દીકરી

Svg%3E
image source

શ્વેતા બચ્ચન નંદા, અમિતાભ બચ્ચનની દીકરી છે. તેણીએ દીલ્હીના જાણીતા બિઝનેસ મેન સાથે લગ્ન કર્યા છે. શ્વેતાની દીકરી નવ્યા નવેલી નંદા આમ તો લાઇમલાઇટથી દૂર જ રહેવાનું પસંદ કેર છે પણ 2015માં જ્યારે તેણીએ પેરિસ ખાતે લે બાલ ડેસ ડેબ્યુટન્ટસમાં ગ્લેમરસ ડેબ્યુ કર્યો ત્યારથી ચર્ચામા રહે છે. અને ત્યાર બાદ તેણીને જ્યારે ક્યારેય પણ જાહેરમાં જોવામાં આવે કે તરત જ તેની તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ જાય છે.

ક્રિષ્ના શ્રોફ જેકી શ્રોફની દીકરી

Svg%3E
image source

જેકી શ્રોફની દીકરી અને ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો પ્રવેશ નથી કર્યો પણ તેણી એક ફિટનેસ એક્સપર્ટ છે. તેણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહી હોવા છતાં પણ પોતાની સોશિયલ મિડિયા પોસ્ટના કારણે અવારનવાર લાઇમલાઇટમાં રહે છે. હાલ તેણી ચર્ચામાં એટલા માટે છે કારણ કે તેણી ઓસ્ટ્રેલિયન બાસ્કેટબોલ પ્લેયર ઇબાન હેયામ્સને ડેટ કરી રહી છે. અને તેની સાથે વિતાવેલી હળવી ક્ષણોની તસ્વીરો તેણી અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કરતી રહે છે.

Svg%3E
image source

જો કે તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બાસ્કેટબોલ પ્લેયર અને ક્રિષ્ના શ્રોફનો બોયફ્રેન્ડ ટાઇગરને પાંચ વર્ષથી જાણે છે કારણ કે તેઓ અવારનવાર એકબીજા સાથે બાસ્કેટબોલ રમી ચુક્યા છે. તેમ છતાં તમને જણાવી દઈએ કે ટાઇગરે પોતાની બહેન ક્રીષ્નાને ઇબાન સાથે સેટ નથી કરી અને ઇબાન પણ જાણતો નહોતો કે ટાઇગરની કોઈ બહેન પણ છે.

આલિયા ઇબ્રાહિમ – પુજા બેદીની દીકરી

Svg%3E
image source

આલિયા ઇબ્રાહિમ ફર્નિચરવાલા જાણીતા સુપર મોડેલ અને અભિનેતા કબીર બેદીની સુપર મોડેલ અને અભિનેત્રી દીકરી પુજા બેદીની દીકરી છે. આલિયા પણ પોતાના દાદા અને માતાના પગલે એક અભિનેત્રી બનવા જઈ રહી છે અને સાથે સાથે તેણી મોડેલીંગ પણ કરે છે. તેણી નજીકના ભવિષ્યમાં સૈફ અલિ ખાન સાથે બોલીવૂડમાં પદાર્પણ કરવા જઈ રહી છે. જો કે તેણી બોલીવૂડમાં પ્રવેશે તે પહેલાં જ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ડ દ્વારા પ્રસિદ્ધ બની ગઈ છે.

Svg%3E
image source

પુજા બેદીના લગ્નના માત્ર છ વર્ષ બાદ જ તેણી પોતાના પતિ ફરહાન ફર્નિચરવાલાથી છુટ્ટી થઈ ગઈ હતી અને તેના થોડા વર્ષો બાદ તેણીને પોતાની દીકરી અને દીકરાની કસ્ટડી મળી ગઈ હતી. અને તેણીએ એકલા હાથે તેના સંતાનોનો ઉછેર કર્યો છે.

અનન્યા પાંડે – ચંકી પાંડેની દીકરી

Svg%3E
image source

80ના દાયકાના સુપરસ્ટાર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ બોલીવૂડમાં કરણ જોહર નિર્મિત ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર – 2માં ટાઇગર શ્રોફ સાથે ધમાકેદાર પદાર્પણ કર્યું છે. ઇન્ડસ્ટ્રીમાં આવતાં જ તેણી પાસે ઢગલો ઓફરો આવવા લાગી છે. તાજેતરમાં જ તેણીની નવી ફિલ્મ પતિ પત્ની ઓર વોહની જાહેરાત કરવામા આવી છે જેમાં તેણી વોહની ભુમિકા કરવાની છે અને તેની સાથે કાર્તિક આર્યાન અને ભુમિ પેડનેકર પણ જોવા મળશે.

અલ્વિયા જાફરી – જાવેદ જાફરીની દીકરી

Svg%3E
image source

જાવેદ જાફરીની દીકરી અલ્વિયા જાફરીના ટુંક જ સમયમાં બોલીવૂડમાં પ્રવેશવાના સમાચાર સંભળાઈ રહ્યા છે. અલ્વિયા જાફરી સ્ટાર કે અભિનેત્રી બને તે પહેલાં જ તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા હજારો ફેન્સ ફોલોઅર્સ બનાવી લીધા છે. તેણી અવારનવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાની સુંદર તસ્વીરો શેર કરે છે. હાલ ઇન્સ્ટાગ્રામ પર તેણીના 55 હજાર ફોલોઅર્સ છે.

Svg%3E
image source

તમને જણાવી દઈએ કે જાવેદ જાફરીની દીકરી આલ્વિયા શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી કપૂરની નજીકની બહેનપણી છે. તેની ઇન્સ્ટાગ્રામની તસ્વીરોમાંની મોટી ખાસિયત એ છે કે તેણી દરેક તસ્વીરોમાં આકર્ષક અને એલિગન્ટ લાગે છે.

દિશાની ચક્રબોર્તી – મીથુન ચક્રબોર્તીની દીકરી

Svg%3E
image source

દિશાની ચક્રબોર્તી એક જાણીતી ઇટરનેટ સેલિબ્રિટિ છે. તેણી જાણીતા સુપરસ્ટાર મીથુન ચક્રબોર્તી અને તેની બીજી પત્ની યોગિતા બાલીની દીકરી છે. તેણીએ ન્યુ યોર્ક ફિલ્મ એકેડેમીમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો છે. જોકે તેના પિતા એટલે કે મિથુન ક્યારેય નથી ઇચ્છતા કે તેમની આ દીકરી ક્યારેય બોલીવૂડ જોઈન કરે. મીથુનના ત્રણ દીકરા પણ છે, મહાક્ષય ચક્રબોર્તી, નામાશી ચક્રબોર્તી અને ઉષમેય ચક્રબોર્તી. મહાક્ષય અને નામાશી અભિનેતા છે જ્યારે ઉષ્મેય લેખક છે.

શનાયા કપૂર – સંજય કપૂરની દીકરી

Svg%3E
image source

શનાયા કપૂર અનિલ કપૂરના નાના ભાઈ અને અભિનેતા સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી છે. તેણી અવારનવાર પોતાના માતાપિતા સાથે બોલીવૂડની મોટી પાર્ટીઓમાં જોવા મળે છે. તેણી શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેની ગાઢ બહેનપણી છે. અને જ્યારે ક્યારેય પણ આ ત્રણ સહેલીઓ એક સાથે જાહેરમાં જોવા મળે ત્યારે પાપારાઝી તેમના ફોટોઝ લેવા માટે પડાપડી કરે છે.

ટીના આહુજા – ગોવિંદાની દીકરી

Svg%3E
image source

ગોવિંદાની દીકરી ટીના આહુજા પિતાના પગલે જ એક્ટિંગ ક્ષેત્રે કારકીર્દી બનાવી રહી છે. જો કે તેણીને તેના પિતા જેવી સફળતા હાંસલ નથી થઈ શકી. તેણીએ 2015માં સેકન્ડહેન્ડ હસબન્ટ અને 2018માં ફ્રાઇડે નામની ફિલ્મ કરી છે. તેણી એક એક્ટ્રેસની સાથે સાથે કોસ્ચ્યુમ ડીઝાઈનર પણ છે. જો કે તેણીની ઇન્ડસ્ટ્રીમાં કંઈ ખાસ નોંધ લેવામાં નથી આવી.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju