જ્યારે 1556માં અકબરે દિલ્હીમાં રાજપાઠ સંભાળ્યો ત્યારે સૌ પહેલાં તો બધુ સારું ચાલી રહ્યું હતું. આ પછી 4 વર્ષનો સમય પસાર થયો અને હંગેરીના એક ઘરમાં 1560ના સમયમાં એક યુવતીનો જન્મ થયો. આ જગ્યા ભારતથી 6000 કિમી દૂર હતી. તેનું નામ એલિઝાબેથ બાથરી રખાયું. કોને ખબર હતી કે આ મહિલા ઈતિહાસની સૌથી મોટી કાતિલ મહિલા બનશે. કોણ જાણે કેમ આ મહિલા સુંદરતાની દુશ્મન હતી.
આ કારણે એલિઝાબેથને કહેવાય છે કાતિલ મહિલા
એલિઝાબેથને શરૂઆતથી જ સુંદરતાથી નફરત હતી. તે કારણ વિના જ અન્ય લોકોને નુકસાન પહોંચાડતી રહેતી. તેની આ આદતથી અનેક લોકો પરેશાન રહેતા. તે સુંદરતાની દુશ્મન તો હતો પણ સાથે ક્યારેક તે હદ વટાવી દેતી. તે સુંદર યુવતીઓનું લોહી ચૂસી લેતી અને તેનાથી સ્નાન પણ કરતી. તેને લાગતું હતું કે આમ કરવાથી તે યુવાન દેખાશે. પોતાની સુંદરતા કાયમ રહે તે માટે તેણે 600થી વધારે યુવતીઓના જીવ પણ લીધા હતા. આ કારણે એલિઝાબેથને ઈતિહાસમાં પસંદ કરાતી નથી.
પરિવારની મદદથી એલિઝાબેથના કામ થતા સરળ
આ પરિવારના તમામ લોકો ક્રૂર હતા. એલિઝાબેથને તેમનો પરિવાર જ આવા વિકૃત કામમાં મદદ કરતો હતો. સંબંધીઓ પણ બાળપણથી જ બાળકોને આવું જ શીખવતા. માનવામાં આવી રહ્યું છે કે એલિઝાબેથને ક્રૂર બનાવવામાં તેના કાકીએ મદદ કરી હતી. તેની પાસેથી એલિઝાબેથ શીખી કે કોઈને નુકસાન કઈ રીતે પહોંચાડી શકાય અને ક્રૂરતા શું છે.
પતિ પણ ક્રૂર મળતાં સોને પે સુહાગા