ડિસેમ્બર મહિનાના છેડે પોહંચી ગયા બાદ ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડવા લાગી છે જેની અસર મધ્ય ભારત સુધી થવા લાગી છે. રાજધાની દિલ્લીમાં પણ પારો 7 ડિગ્રીથી નિચે આવી ગયો છે. એનસીઆરમાં પણ સવાર અને સાંજના સમયે અત્યંત ઠંડી પડે છે. પણ બીજીબાજુ દેશમાં કેટલીક એવી જગ્યાઓ પણ આવેલી છે જ્યાં હજુ પણ ગરમી જવાનું નામ નથી લઈ રહી. કેટલાએ વિસ્તારોમાં આ કડકડતા શિયાળામાં પણ પારો 34 ડિગ્રી સુધી ચડેલો રહે છે. તો ચાલો જાણીએ આ જગ્યાઓ વિષે
રત્નાગિરી, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના રત્નાગિરીમાં પણ હાલ ઠંડી જેવું જરા પણ ફીલ નથી થતું. અહીંનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી ચડેલું રહે છે અને ન્યૂયનતમ તાપમાનની વાત કરીએ તો અહીં 17 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચુ તાપમાન રહે છે. આમ જોવા જઈએ તો આવા તાપમાનમાં તમને જરા પણ ઠંડી ન લાગે.
જૂનાગઢ
ગુજરાતના જૂનાગઢમાં પણ હાલ એટલી બધી ઠંડી નથી પડી રહી. દિવસ દરમિયાન અહીં તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહે છે. અને સવાર તેમજ રાત્રી દરમિયાન ન્યૂનતમ પારો 14 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે.
પણજી, ગોવા