વીતેલા આટલા વર્ષોમાં આપણે ગ્લેમર વર્લ્ડમાં ઘણી અભિનેત્રીઓને તેમની ફી વિશે ફરિયાદ કરતા સાંભળ્યા છે. અમે કલાકારોને ફિલ્મ માટે તગડી ફી લેતા જોયા છે, જ્યારે અભિનેત્રીઓને તે ફીના 50 ટકા મળે છે. જોકે, સમય સાથે પરિસ્થિતિ બદલાતી રહે છે. દુનિયાભરમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે સિનેમા જગતમાં કલાકારો કરતા વધુ ફી લે છે. આ અભિનેત્રીઓ આવનારી પેઢીઓ માટે નવા રસ્તાઓ ખોલી રહી છે. કલાકારો માટે વધુ કમાણી કરવાનો આ સમય નથી કારણ કે હવે બધા એમની પ્રતિભા અનુસાર ફી આપવામાં આવે છે
ટીવી અભિનેત્રીઓ લોકપ્રિય શોમાં તેમના શાનદાર અભિનયથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવે છે. કેટલીકવાર આ અભિનેત્રીઓને તેમના શોમાં ભજવવામાં આવેલા પાત્રોના નામથી ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે હવે અભિનેત્રીઓ તેમના કામ માટે મોટી રકમ લે છે. ‘અનુપમા’નું પાત્ર ભજવતી રૂપાલી ગાંગુલીથી લઈને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ હિના ખાન સુધી, અમે આજે ટેલિવિઝન ઉદ્યોગની સાત સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદી મૂકી છે.
રૂપાલી ગાંગુલી
‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં ‘મોનિષા સારાભાઈ’થી લઈને લોકપ્રિય ડેઈલી સોપ ‘અનુપમા’માં મુખ્ય ભૂમિકા ભજવવા સુધી, રૂપાલી ગાંગુલીએ આ ઈન્ડસ્ટ્રીમાં ઘણો લાંબો રસ્તો કાઢ્યો છે. રૂપાલીએ સાત વર્ષના બ્રેક બાદ અનુપમાના પાત્ર સાથે ટીવી પર પુનરાગમન કર્યું હતું. ત્યારથી આ શો ટોપ પર રહ્યો છે, જેના કારણે રૂપાલી સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે. રૂપાલી ગાંગુલીએ સિરિયલની શરૂઆતમાં રોજના 1.5 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા અને જો કે શોની સક્સેસને જોતા એમને પોતાની ફી વધારીને ત્રણ લાખ રૂપિયા કરી દીધી છે
હિના ખાન
હિના ખાને પોપ્યુલર શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલમાં ભજવેલ તેનું પાત્ર ‘અક્ષરા’ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ પછી હિનાએ ‘કસૌટી ઝિંદગી કી’માં પણ કોમોલિકાનો રોલ કર્યો હતો. તે ઘણા OTT શોનો પણ ભાગ રહી ચુકી છે. તેની કારકિર્દીની શરૂઆતમાં, તેણીએ 80,000 રૂપિયા ફી લીધી હતી, ત્યારબાદ તે હવે પ્રતિ એપિસોડ 2 લાખ રૂપિયા લે છે.