આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાશે. આ ટુર્નામેન્ટની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી. ત્યારે ભારતે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં આ ખિતાબ જીત્યો હતો. 2007થી 2021 સુધીના દરેક ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેનારા 8 ખેલાડીઓ છે. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે.
શાકિબ અલ હસન
દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં સામેલ શાકિબ અલ હસને અત્યાર સુધી ટી20 વિશ્વકપની તમામ આવૃત્તિઓમાં ભાગ લીધો છે. આ વખતે તે બાંગ્લાદેશની ટીમનો કેપ્ટન પણ છે. તેણે ટી-20 વર્લ્ડ કપની 31 મેચમાં 26.84ની એવરેજથી 698 રન ફટકાર્યા છે અને 41 વિકેટ પણ ઝડપી છે. ટી-20 વર્લ્ડ કપ 2022માં તે સતત આઠમો ટી-20 વર્લ્ડ કપ રમતો જોવા મળશે.
મુશ્ફિકુર રહીમ
બાંગ્લાદેશનો વિકેટકિપર બેટ્સમેન મુશ્ફિકુર રહીમ અત્યાર સુધીના તમામ ટી-20 વર્લ્ડ કપમાં રમી ચૂક્યો છે. તેણે ટૂર્નામેન્ટની 28 મેચમાં 307 રન બનાવ્યા છે. પરંતુ એશિયા કપમાં બાંગ્લાદેશની ટીમના ખરાબ પ્રદર્શનના કારણે તેણે ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
મહમુદુલ્લાહ