ફિલ્મ ‘ઊંચાઈ’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આનું કારણ ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં આ ફિલ્મમાં બોલીવૂડની સાત મોટી હસ્તીઓ સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની, નીના ગુપ્તા, સારિકા, ડેની ડેન્ઝોંગ્પા અને નફીસા અલી સોઢી ચમકી રહ્યાં છે. આ ઉપરાંત ફિલ્મમાં પરિણીતી ચોપરાનો પણ મહત્વનો રોલ છે. આ ફિલ્મનું દિગ્દર્શન સૂરજ.આર.બરજાત્યાએ કર્યું છે. આ ફિલ્મ ૧૧ નવેમ્બરે રિલીઝ થવાની છે.
હાલમાં જ તેનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં ‘ઊંચાઈ’ના લીડ એક્ટર અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઇરાની હિમાલય પર ચઢતી વખતે આ એક રોક પર આરામ કરતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટર પાછળ માઉન્ટ એવરેસ્ટ પણ જોવા મળી રહ્યો છે. એમાં અનુપમ ખેરને ઘરનું રાંધેલું ભોજન ખાતા જોઇ શકાય છે. નવા પોસ્ટર બાદ આ ફિલ્મથી લોકોની અપેક્ષાઓ ઘણી વધી ગઇ છે. દર્શકોને આશા છે કે આ વખતે પણ સૂરજની ફિલ્મ પારિવારિક મૂલ્યોની આસપાસ વણાયેલી હશે.
‘ઊંચાઈ’ રિલીઝ થવાની સાથે જ સૂરજની રાજશ્રી પ્રોડક્શન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 75 વર્ષ પૂરા કરવા જઈ રહી છે. આ પ્રોડક્શન હાઉસમાં બનનારી આ 60મી ફિલ્મ છે.
View this post on Instagram