તમે દિલ્હીના કનૌટ પ્લેસ સ્થિત પાલિકા બજાર વિશે તો સાંભળ્યું જ હશે, જ્યાં આખી બજાર ભૂગર્ભ એટલે કે જમીનની અંદર છે. ઠીક, આ એક બજાર છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વમાં એક એવું ગામ પણ છે જ્યાં આખી વસ્તી જમીનની અંદર રહે છે.
ધા લોકો ભૂગર્ભ મકાનોમાં રહે છે
આ અનોખા ગામનું નામ ‘કુબર પેડી’ છે, જે દક્ષિણ ઔસ્ટ્રેલિયામાં સ્થિત છે. આ ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંના લગભગ બધા લોકો ભૂગર્ભ મકાનોમાં રહે છે. બહારથી જોવામાં આવે ત્યારે આ ઘરો સામાન્ય લાગે છે, પરંતુ અંદરનો નજારો હોટલ કરતા ઓછો નથી. વાસ્વવમાં, આવિસ્તારમાં ઓપલની ઘણી ખાણો છે. લોકો અહીં આ ઓપલની ખાલી ખાણોમાં રહે છે. તમને જણાવી દઈએ કે ઓપલ એક દુધિયા રંગનો કિંમતી પથ્થર હોય છે. કૂબર પેડીને વિશ્વની ઓપલ રાજધાની પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં વિશ્વમાં સૌથી વધુ ઓપલ ખાણો છે.
ખાણકામનું કામ વર્ષ 1915 માં શરૂ થયું હતું
મીડિયા અહેવાલો અનુસાર, કુબેર પેડી ખાતે ખાણકામનું કામ વર્ષ 1915 માં શરૂ થયું હતું. ખરેખર, આ એક રણ વિસ્તાર છે, તેથી અહીં તાપમાન ઉનાળામાં ખૂબ ઉંચું અને શિયાળામાં ખૂબ ઓછું નિચુ રહે છે. આને કારણે અહીં રહેતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. તેનું સમાધાન એ નિકળ્યું કે ખાણકામ બાદ લોકો ખાલી પડેલી ખાણમાં રહેવા માટે જતા રહ્યા.
એડિલેટથી લગભગ 850 કિલોમીટર દુર છે