વાસ્તુ શાસ્ત્રમાં 4 દિશઆઓની અને તેની વચ્ચેની 4 દિશામાં વાસ્તુ દોષની વાત કરાઈ છે. અલગ અલગ દિશામાં રહેલા દોષને દૂર કરવા માટે અલગ અલગ દેવતાઓની અને અલગ અલગ ગ્રહોની પૂજા કરાય છે. તો જાણો કઈ દિશાના વાસ્તુ દોષને દૂર કરવા માટે તમે કયો ઉપાય કરશો.
આપણા વેદમાં કુલ 10 દિશાઓનું વર્ણન કરાયું છે. તેમાં ઉપર અને નીચે એટલે કે આકાશ અને પાતાળને પણ દિશા માનવામાં આવે છે. જ્યારે વાસ્તુ શાસ્ત્રમાં 8 દિશાઓમાં વાસ્તુદોષ હોવાનું અને તેના નિવારણના ઉપાયોને પણ કહેવાયા છે. વાસ્તુના અનુસાર કોઈ પણ દિશામાં વાસ્તુ દોષ હોવાથી અશુભ ફળ મલે છે. તો જાણો દિશા અનુસાર દોષ દૂર કરવાના ખાસ ઉપાયોને.
પૂર્વ દિશા
વાસ્તુના અનુસાર આ દિશાનો સ્વામી ગ્રહ સૂર્ય અને દેવતા ઈન્દ્ર છે. આ દિશા દેવતાઓ માટે હોય છે. આ દિશાથી સંબંધિત દોષને દૂર કરવા માટે ગાયત્રી મંત્ર અને આદિત્ય હ્ર્દય સ્તોત્રનો પાઠ કરવો. મુખ્ય રીતે આ દિશા માન સમ્માન, સારી નોકરી, શારીરીક સુખ, મસ્તિષ્ક સંબંધી રોગ, નેત્ર રોગ અને પિતાના સ્થાન માટે હોય છે.
પશ્ચિમ દિશા
પશ્ચિમ દિશાનો અધિપતિ ગ્રહ શનિ અને દેવતા વરુણ છે. આ દિશા સફળતા અને સંપન્નતા પ્રદાન કરે છે. આ દિશામાં દોષ હોવાથી કુષ્ઠ રોગ, શારીરિક પીડા, વાત વિકારની સમસ્યા રહે છે. કામમાં અસફળતા મળે છે. પ્રસિદ્ધિમાં ઘટાડો થાય છે. આ દિશાના દોષને દૂર કરવા માટે શનિદેવની ઉપાસના કરવી જોઈએ.