પિત્તળના સિંહની મૂર્તિ.

image source

કેટલીક વ્યક્તિઓ પોતાના ઘરને સજાવવા માટે ખુબ જ સમજી વિચારીને એક એક વસ્તુઓને પસંદ કરે છે અને ખુબ જ પ્રેમથી સજાવે છે. પણ આપને ખબર છે કે, આપે ઘરને સજાવતા સમયે વાસ્તુ શાસ્ત્રના કેટલાક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ સજાવવામાં આવેલ ઘરમાં કેટલીક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.

image source

ઘરમાં કરવામાં આવેલ સજાવટ આપની પર અને આપના પરિવારના સભ્યો પર ખુબ જ ઊંડી અસર પાડે છે. જેના લીધે આપે ઘર સજાવતા સમયે એવી કોઈ વસ્તુને પસંદ કરવી જોઈએ નહી જેના લીધે આપના પર અને આપના પરિવારના સભ્યો પર નકારાત્મક અસર પાડે અને તેઓનો આત્મવિશ્વાસ વધવાને બદલે ઘટતો જાય છે. કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ પર તેના આત્મવિશ્વાસની ખુબ જ ઊંડી અસર પાડે છે અને તેનાથી તે વ્યક્તિની આખી જિંદગી પણ પ્રભાવિત થઈ શકે છે.

image source

આપણા ઘરમાં સજાવટ માટે ઉપયોગમાં લેવામાં આવતો સામાન આપના જીવન, ધન- સંપત્તિ અને ખુશહાલીની સાથે સાથે આપના વ્યક્તિત્વ પર પણ ઊંડો પ્રભાવ પાડે છે. વાસ્તુ શાસ્ત્રના કેટલાક મૌલિક સિધ્ધાંતને તો આપણે બધા જાણીએ જ છીએ, એટલે કે, દક્ષિણ દિશામાં ઘરનો મુખ્ય દ્વાર બનાવવો જોઈએ નહી, ઉત્તર દિશામાં તિજોરી રાખવી અને ઘરમાં ગંદકી એકઠી થવા દેવી જોઈએ નહી વગેરે વગેરે. ….

image source

તેમ છતાં કેટલીક વાસ્તુ ટીપ્સ એવી હોય છે જે આપના વ્યક્તિત્વ પર પણ ખુબ જ ઊંડી અસર કરે છે. જો આપ ઉદાસ રહો છો કે પછી આપને એવું લાગ્યા કરે છે કે, આપનામાં આત્મવિશ્વાસની કમીના કારણે આપ પોતાના ઉદ્દેશને પ્રાપ્ત નથી કરી શકતા કે પછી આપને અન્ય વ્યક્તિઓની સમક્ષ પોતાની વાત રાખવામાં અચકાઈ જાવ છો તો આજે અમે આપને એક એવા વાસ્તુ શાસ્ત્રના ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે આપના માટે ખુબ જ કારગત સિદ્ધ થઈ શકે છે.

image source

પિત્તળની ધાતુ માંથી બનાવવામાં આવેલ સિંહ, પિત્તળના ધાતુ માંથી બનાવવામાં આવેલ સિંહ ના ફક્ત આપના ઘરની શોભા વધારે છે ઉપરાંત આપની અંદર છુપાયેલ હીન ભાવના કે પછી આત્મ વિશ્વાસની કમી પણ ખતમ કરી દે છે. વાસ્તુ શાસ્ત્રના જાણકારોના જણાવ્યા મુજબ જો આપના ઘરમાં પિત્તળની ધાતુ માંથી બનાવવામાં આવેલ સિંહની મૂર્તિને ઘરની પૂર્વ દિશામાં સ્થાપિત કરવામાં આવે છે તો આ પિત્તળના સિંહની મૂર્તિ આપનામાં સેલ્ફ કોન્ફિડન્સમાં પણ એકાએક વધારો થતો જોવા મળે છે પરંતુ આપે ફક્ત એક વાતનું ધ્યાન રાખવું જોઈશે કે, જયારે આપ પિત્તળના સિંહની મૂર્તિને પોતાના ઘરમાં સ્થાપિત કરો છો ત્યારે આ પિત્તળના સિંહનું મુખ ઘરના કેન્દ્રમાં હોવું જોઈએ.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *