વજન ઘટાડવા માટે જો કસરત કરવાની વાત આવે તો આપણા મગજમાં સૌથી પહેલા દોડવું કે ચાલવું. ચાલવું અને દોડવું એ બંને વજન ઘટાડવા માટે અસરકારક છે. આ રીતે કોઇ પણ ભારે કસરત અને આહાર વિના વજન ઘટાડી શકાય છે. દોડવું અને ચાલવું બંને સ્વાસ્થ્યને ફાયદો કરે છે અને વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે. આપણી હેલ્થ કન્ડિશન અને ઉંમર પ્રમાણે વજન કેવી રીતે ઘટાડવું, આ વાતનું પણ ઘણું મહત્વ છે. ચાલો જાણીએ કે દોડવાથી અને ચાલવાથી વજન ઘટાડવાની કઈ રીત શ્રેષ્ઠ છે.
દોડવું અને ચાલવાથી શરીરની કેલરી બર્ન થાય છે. જેટલી વધુ શારીરિક પ્રવૃત્તિ હશે, તેટલી જ વધુ ઊર્જાની શરીરને જરૂર પડશે. આ રીતે કેલરી અને ચરબી ગાયબ થઈ જાય છે અને વજન ઓછું થાય છે.
વજન ઘટાડવાની બંને રીતો અસરકારક છે. જો તમે શરૂઆત કરી રહ્યા હોવ, તો શરૂઆતના થોડા દિવસો સુધી ચાલો, ત્યારબાદ દોડો.
તમે જેટલું ઝડપથી વજન ઉતારવા દોડો છો, તેટલી ઝડપથી તમે કેલરી બર્ન કરો છો, જ્યારે ચાલવામાં કેલરી બર્ન કરવામાં સમય લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો પછી દોડવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જો દોડવામાં સમસ્યા હોય તો ચાલવાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. વજન ઘટાડવા માટે દરરોજ ૩૦ મિનિટ ચાલવું પૂરતું છે. શરૂઆતમાં, તમે થોડા સમય માટે ચાલી શકો છો.
જો તમારું વજન વધારે હોવાની સાથે સાથે ઉંમર પણ વધારે હોય તો દોડવાને બદલે ચાલવું વધુ સારું છે. દોડવાના કારણે મોટી ઉંમરના લોકોને સ્નાયુ અને સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.