8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. કોઈપણ ક્ષેત્રમાં મહિલાઓ સાથે ભેદભાવ ન થાય તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલો તમને ઉત્તર પ્રદેશની મહિલા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ વિશે જણાવીએ કે જેમણે જિલ્લાના સૌથી મહત્વપૂર્ણ પદો સંભાળ્યા હતા.
આઈપીએસ અધિકારી વૃંદા શુક્લાએ ઉત્તર પ્રદેશની ચિત્રકૂટ જેલમાંથી ધારાસભ્ય અબ્બાસ અન્સારીની પત્ની અને ડ્રાઈવરની ધરપકડ કરી હતી. હરિયાણાની રહેવાસી વૃંદા 2014માં આઈપીએસ અધિકારી બની હતી. તેમણે હરિયાણાની કાર્મેલ કોન્વેન્ટ અને કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આ પછી, તેણે પુણે સ્થિત મહિન્દ્રા યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ ઇન્ડિયામાંથી આગળનો અભ્યાસ કર્યો, ત્યારબાદ તે લંડન ગઈ અને સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ સાયન્સમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું.
લક્ષ્મીસિંહ
લક્ષ્મીસિંહ ૨૦૦૦ ની બેચના આઈપીએસ અધિકારી છે. આઈપીએસ અધિકારી લક્ષ્મી સિંહ લખનઉ રેંજના આઈજી રહી ચૂક્યા છે. આઈપીએસ અધિકારી લક્ષ્મીસિંહને વર્ષ 2016માં પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય તેને વર્ષ 2020 માં રજત અને વર્ષ 2021 માં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. લક્ષ્મી સિંહના પતિ રાજેશ્વર સિંહ લખનઉની સરોજિની નગર વિધાનસભા સીટથી ભાજપના ધારાસભ્ય છે. રાજેશ્વર સિંહ ઈડીના અધિકારી રહી ચૂક્યા છે.
અનન્યા સિંહ