દરેક યુવકના મનમાં યુવતીઓને લઈને કોઈને કોઈ ધારણા હોય જ છે. ઘણા લોકો હોય છે જે એવું વિચારતા હોય છે કે યુવતીઓએ હંમેશા પૈસાને જ ધ્યાનમાં લેતી હોય છે. તો અમુક લોકો કહે છે યુવતીઓને ફાલતું વાતો અને ટાઈમપાસ કરવાની આદત હોય છે. પણ શું ખરેખર એવું હોય છે? આવો તમને જણાવીએ યુવતીઓની એવી ૮ વાતો જે દરેક યુવકને ખબર હોવી જોઈએ.
યુવતીઓનું મન કોમળ હોય છે અને યુવકોની અપેક્ષાએ બહુ સંવેદનશીલ હોય છે. તમે ગરોળી અને વંદાથી ડરતા તો ઘણી યુવતીઓ જોઈ હશે અને આ વ્યવહાર એ લગભગ દરેક સામાન્ય યુવતીનો હોય છે. આમ જોવા જઈએ તો યુવતીઓ એ યુવકના પ્રમાણમાં વધારે ઈમોશનલ હોય છે.
પોતાના વખાણ તો આજે દરેકને પસંદ આવતા હોય છે અને એમાય યુવતીઓને પોતાના વખાણ પણ બહુ પસંદ આવતા હોય છે, જો કોઈ યુવતી એ નવા કપડા કે નવા આભુષણ લાવે છે તો તેના વખાણ સાંભળવા એ તેઓને બહુ પસંદ હોય છે. તેઓ નાની નાની વાતે ખુશ થઇ જતી હોય છે અને તેમને નાની નાની વાતે ખરાબ પણ લાગતું હોય છે.
મોટાભાગની યુવતીઓને મિત્રો સાથે લાંબી લાંબી વાતો કરવી ગમતી હોય છે. તેઓ પોતાના મિત્રો સાથે ખુલ્લા મનથી વાત કરી શકે છે. આજકાલ અમુક જગ્યાએ યુવતીઓની પરીસ્થિતિ એવી હોય છે કે તેઓ પોતાના પતિ સાથે પણ ખુલ્લા મનથી વાત નથી કરી શકતી.
હસવું એ દરેક લોકોને પસંદ હોય છે જો કોઈ યુવકનું સેન્સ ઓફ હ્યુમર સારું હોય તો તેવા યુવક એ યુવતીઓને બહુ પસંદ પડતા હોય છે.
યુવતીઓને હસાવવાવાળા યુવકો એ પણ તેમને પસંદ પડે છે.