ટેલિવિઝનના પ્રખ્યાત સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડીની 12મી સીઝન શરૂ થઈ ગઈ છે. દર વખતની જેમ આ વખતે પણ કલર્સ ચેનલ પર પ્રસારિત થનારો આ શો દર્શકોમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. દર વખતની જેમ આ વખતે પણ આ શોમાં ઘણા જાણીતા કલાકારો ભાગ લેતા જોવા મળશે. આ શોની 12મી સીઝનમાં અભિનેત્રી શિવાંગી જોશી, રૂબીના દિલાઈક, સૃતિ ઝા, જન્નત ઝુબેર જેવા ઘણા ટીવી સેલેબ્સ જોવા મળે છે. તો ચાલો જાણીએ આ સિઝનમાં શોનો ભાગ બનેલા આ કલાકારોની નેટવર્થ વિશે-
શિવાંગી જોશી
સ્ટાર પ્લસના શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી ખ્યાતિ પ્રાપ્ત કરનાર અભિનેત્રી શિવાંગી જોશી પણ ખતરોં કે ખિલાડીની આ સીઝનમાં ભાગ લઈ રહી છે. આ જ અભિનેત્રીની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે કુલ 37 કરોડની સંપત્તિ છે.
નિશાંત ભટ્ટ
બિગ બોસ ઓટીટી અને બિગ બોસ 15માં પોતાની શ્રેષ્ઠ રમતથી લોકોનું મનોરંજન કરનાર નિશાંત ભટ્ટ હવે ખતરોં કે ખિલાડીમાં પણ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર નિશાંત ભટ્ટની કુલ સંપત્તિ ચારથી સાત કરોડ રૂપિયા છે.
રાજીવ આડતીયા