બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા છે, પરંતુ તેમને સંતાન નથી. ઘણી અભિનેત્રીઓએ આ માટે અનેક પ્રકારની સારવાર પણ લીધી, પરંતુ તેમ છતાં તેમનો ખોળો ઉજ્જડ જ રહ્યો. ચાલો આજે આવા જ કેટલાક સેલેબ્સ પર એક નજર કરીએ…
રેખાના લગ્ન બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે થયા હતા, પરંતુ એક વર્ષની અંદર જ રેખા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો જ્યારે તેના પતિએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ પછી રેખા માતા બની શકી નહોતી. જી હા, તેનું નામ અમિતાભ બચ્ચન સાથે અક્ષય કુમાર સાથે જોડાયું હતું.
ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ કાશ્મીરા શાહ પણ નેચરલ મધર બની શકી નહોતી. તેણે 14 વખત પ્રેગનેન્ટ થવાની કોશિશ કરી પરંતુ તે અસફળ સાબિત થઈ, તેથી તેણે સલમાન ખાનની સલાહ પર સરોગસીનો સહારો લીધો અને પછી બે બાળકોની માતા બની ગઈ.
શબાના આઝમીએ જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા પરંતુ તેમને કોઈ સંતાન નહોતું. શબાના જાવેદ અખ્તરની બીજી પત્ની બની હતી. જાવેદ અખ્તરે પહેલા હની ઈરાની સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તે બે બાળકો (ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર)નો પિતા બન્યો હતો. શબાના પણ આ બંને બાળકોને પોતાના બાળકોની જેમ પ્રેમ કરે છે.
સાયરાએ 1966માં 22 વર્ષ મોટા દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ખૂબ કોશિશ કરી પરંતુ તેમને કોઈ સંતાન નહોતું. મેડિકલ કોમ્પ્લિકેશન્સને કારણે તેમને કોઇ સંતાન ન હતું અને બંનેને ક્યારેય માતા-પિતા બનવાનો આનંદ મળ્યો ન હતો.
હેલને પહેલા લગ્ન તૂટ્યા બાદ ફિલ્મ લેખક સલીમ ખાન સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેને કોઇ સંતાન નહોતું એટલે તેમણે અર્પિતા નામની દીકરીને દત્તક લીધી હતી.