શૂજિત સિરકારની ગણતરી બોલિવૂડના શ્રેષ્ઠ દિગ્દર્શકોમાં થાય છે. તેણે અત્યાર સુધીમાં ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી છે. શૂજિતે અમિતાભ બચ્ચન સાથે પણ ઘણું કામ કર્યું છે. હવે અહેવાલ છે કે તે ટૂંક સમયમાં જ બિગ બીના પુત્ર અભિષેક બચ્ચન સાથે એક ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે. શૂજિત અમિતાભને લઇને ‘પીકુ’ અને ‘ગુલાબો સિતાબો’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યો છે. પિન્ક ફિલ્મ પણ શૂજિતે જ લખી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શૂજિત અને અભિષેક લાંબા સમયથી એક પ્રોજેક્ટ પર ચર્ચા કરી રહ્યા છે. દાવા મુજબ આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના ઉત્તરાર્ધમાં શરૃ થાય એવી શક્યતા છે. આ પ્રોજેક્ટનું નિર્માણ રોની લાહિરી કરશે.
અભિષેક 2022માં ‘દસવી’ અને ‘બ્રેથ ઇનટુ ધ શેડોઝ’ની બીજી સીઝનમાં જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં આર બાલ્કીની “ઘુમર”માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ક્રિકેટ કોચના રોલમાં છે. સાથે જ સયામી ખેર ફિલ્મમાં ક્રિકેટરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં શબાના આઝમી અને અંગદ બેદી પણ છે. જાણકારી મુજબ અમિતાભ બચ્ચન ‘ઘૂમર’માં પણ ખાસ દેખાશે.
જો અહેવાલોને સાચા માનીએ તો, અજય દેવગણની આગામી દિગ્દર્શક ફિલ્મ ‘ભોલા’માં પણ અભિષેકની ખાસ ભૂમિકા છે, જે ‘કૈથી’, હિન્દીની રીમેક છે. શૂજિતની વાત કરીએ તો તેમના નિર્દેશનમાં તેમની છેલ્લી ફિલ્મ ‘સરદાર ઉધમ’ હતી. આ ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં હતો. ઓટીટી પર રિલીઝ થયેલી આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)