કોઇ પણ રિલેશનશિપમાં છોકરીઓ નારાજ થાય એ એક સામાન્ય બાબત છે. જો કે ઘણી બાબતોમાં છોકરાઓ પણ તેમની ગર્લફ્રેન્ડની નાની-નાની વાતોમાં ઇરિટેટ થઇ જતા હોય છે. આમ, તમને પણ તમારી ગર્લફ્રેન્ડની કેટલીક વાતો ઇરિટેટ કરતી હશે પરંતુ તમે ઇચ્છો તો પણ તેમની સામે તમે મોં ખોલીને બોલી શકતા નથી. તો આજે અમે તમને છોકરીઓની કેટલીક એવી આદતો વિશે જણાવીશું જેનાથી છોકરાઓ ખૂબ જ કંટાળી જાય છે અને ઇરિટેટ થઇ જતા હોય છે.
એક્સ્ટ્રા કેર કરવી
સામાન્ય રીતે એકબીજાનુ ધ્યાન રાખનારી છોકરીઓ છોકરાઓને વધુ પસંદ પડે છે પરંતુ આ જ પ્રેમમાં જ્યારે વિશ્વાસ તેમજ બીજી અનેક વસ્તુઓની પાબંધી લાગી જાય ત્યારે તેઓ નારાજ થઇ જાય છે. આમ, જ્યારે તમે કોઇની કેર કરો છો ત્યારે તે અમુક હદથી વધી જાય છે ત્યારે દરેક છોકરાઓ આ બાબતથી ઇરિટેટ થઇ જતા હોય છે અને તેમને આવી સ્વભાવવાળી છોકરીઓ પર પણ નફરત થવા લાગે છે.
મિત્રને ફરિયાદ કરવી
છોકરીઓને હંમેશા એ વાતની ફરિયાદ હોય છે કે, તેમનો બોયફ્રેન્ડ તેમને પૂરતો સમય આપતો નથી. આમ, આ પ્રકારની ફરિયાદ છોકરીઓ તેમના ફ્રેન્ડ સર્કલમાં કરતી હોય છે જે વાતથી છોકરાઓ ઇરિટેટ થઇ જતા હોય છે. જો તમને પણ આવી આદત હોય તો તે તમારે તરત જ સુધારી લેવી જોઇએ જેથી કરીને તમારી રિલેશનશિપમાં કોઇ પ્રોબ્લેમ ના થાય.
ડિમાન્ડિંગ નેચર