Svg%3E

કોઇ પણ રિલેશનશિપમાં છોકરીઓ નારાજ થાય એ એક સામાન્ય બાબત છે. જો કે ઘણી બાબતોમાં છોકરાઓ પણ તેમની ગર્લફ્રેન્ડની નાની-નાની વાતોમાં ઇરિટેટ થઇ જતા હોય છે. આમ, તમને પણ તમારી ગર્લફ્રેન્ડની કેટલીક વાતો ઇરિટેટ કરતી હશે પરંતુ તમે ઇચ્છો તો પણ તેમની સામે તમે મોં ખોલીને બોલી શકતા નથી. તો આજે અમે તમને છોકરીઓની કેટલીક એવી આદતો વિશે જણાવીશું જેનાથી છોકરાઓ ખૂબ જ કંટાળી જાય છે અને ઇરિટેટ થઇ જતા હોય છે.

એક્સ્ટ્રા કેર કરવી Svg%3E

સામાન્ય રીતે એકબીજાનુ ધ્યાન રાખનારી છોકરીઓ છોકરાઓને વધુ પસંદ પડે છે પરંતુ આ જ પ્રેમમાં જ્યારે વિશ્વાસ તેમજ બીજી અનેક વસ્તુઓની પાબંધી લાગી જાય ત્યારે તેઓ નારાજ થઇ જાય છે. આમ, જ્યારે તમે કોઇની કેર કરો છો ત્યારે તે અમુક હદથી વધી જાય છે ત્યારે દરેક છોકરાઓ આ બાબતથી ઇરિટેટ થઇ જતા હોય છે અને તેમને આવી સ્વભાવવાળી છોકરીઓ પર પણ નફરત થવા લાગે છે.

મિત્રને ફરિયાદ કરવીSvg%3E

છોકરીઓને હંમેશા એ વાતની ફરિયાદ હોય છે કે, તેમનો બોયફ્રેન્ડ તેમને પૂરતો સમય આપતો નથી. આમ, આ પ્રકારની ફરિયાદ છોકરીઓ તેમના ફ્રેન્ડ સર્કલમાં કરતી હોય છે જે વાતથી છોકરાઓ ઇરિટેટ થઇ જતા હોય છે. જો તમને પણ આવી આદત હોય તો તે તમારે તરત જ સુધારી લેવી જોઇએ જેથી કરીને તમારી રિલેશનશિપમાં કોઇ પ્રોબ્લેમ ના થાય.

ડિમાન્ડિંગ નેચરSvg%3E

મોટાભાગના છોકરાઓને છોકરીઓનો ડિમાન્ડિંગ નેચર ગમતો હોતો નથી. ઘણી છોકરીઓ તેમના બોયફ્રેન્ડ સાથે સામેથી ગિફ્ટની તેમજ પૈસાની ડિમાન્ડ કરતી હોય છે. છોકરીઓની આ વાત છોકરાઓને જરા પણ ગમતી હોતી નથી. જો કે ઘણી છોકરીઓ સ્વભાવે એટલી લાલચુ હોય છે કે, તેઓ તેમના બોયફ્રેન્ડ સાથે નાની-નાની બાબતોમાં પૈસાની વાતો કરીને તેમની પાસેથી પૈસા લેતી હોય છે.

દરેક વાતોમાં ખામી કાઢવીSvg%3E

છોકરીઓની આદત હોય છે કે, તેઓ તેમની બોયફ્રેન્ડની નાની-નાની વાતોમાં ખામી શોધીને તેમને મેણાં-ટોણાં મારતી હોય છે. ઘણી છોકરીઓ તો તેમના બોયફ્રેન્ડના મિત્રોથી લઇને કપડા સુધીની અનેક પ્રકારની ખામીઓ કાઢવાની પણ આદત હોય છે. જો કે આ આદતમાં કોઇ ફેર ના પડે તો છોકરાઓ તેમના સંબંધોને ત્યાં જ અટકાવીને રિલેશનશિપનો અંત લાવી દેતા હોય છે.

દરેક વાતની પૂછપરછ કરવીSvg%3E

જો તમે તમારા બોયફ્રેન્ડની કેર કરો છો તો ત્યાં સુધી વાત બરાબર છે પરંતુ તમે તેમને નાની-નાની વાતોમાં પૂછપરછ કરો છો તો તમારી આ આદતથી તેઓ ઇરિટેટ થઇ જતા હોય છે. ઘણી છોકરીઓને તો તેમના બોયફ્રેન્ડનો મોબાઇલ ચેક કરવાની પણ આદત હોય છે.

શોપિંગ કરવા જવુSvg%3E

ભાગ્યે જ કોઇ છોકરીઓ એવી હશે કે જેને શોપિંગ કરવાનો શોખ ના હોય. પરંતુ મોટાભાગની છોકરીઓને શોપિંગ કરવાનો એટલો શોખ હોય છે કે, ના પૂછો વાત. આમ, દરેક વ્યક્તિએ પોતાની ઇન્કમ પ્રમાણે શોપિંગ કરવી જોઇએ તે એક ખૂબ જ જરૂરી બાબત છે. જ્યારે ઘણી છોકરીઓ તો કલાકોના કલાકો સુધી શોપિંગ કરીને પૈસા વેડફતી હોય છે જે કારણોસર તેમનો બોયફ્રેન્ડ તેમના પર ગુસ્સે થઇ જાય છે.

Svg%3E

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *