ભલે તમે અમિતાભ બચ્ચનના મોટા ફેન હોવ, પરંતુ અમારો દાવો છે કે તમે આ ફિલ્મોથી હજુ પણ અજાણ હશો. જી હા, ભલે અમિતાભ બોલિવૂડના શહેનશાહ હોય. પરંતુ તેમના નામ પર આવી ફિલ્મોની લાંબી યાદી પણ છે. તેઓ ક્યારે આવ્યા તેની કોઈને ખબર નથી. તમે જાતે જુઓ, આ ફિલ્મોના નામ તમે પહેલાં સાંભળ્યા છે? અમિતાભનો આ લુક ફિલ્મ ‘તાવીજ’નો છે.
શું તમે ‘બડા કબુતર’ નામની ફિલ્મ વિશે જાણો છો? આ ફિલ્મમાં અમિતાભે કામ કર્યું હતું. તેમની સાથે હેલન અને અશોક કુમાર પણ હતા.
‘અગ્નિ વર્ષા’ નામની ફિલ્મમાં અમિતાભ ભગવાન તરીકે આવ્યા હતા, પરંતુ અમિતાભ માટે આ ફિલ્મ લકી નહોતી.
અમિતાભ અને જયા બચ્ચન ‘એક નજર’માં દેખાયા હતા. બંનેની જોડી પડદા પર કમાલ દેખાડી શકી નહોતી.
અમિતાભની ફિલ્મ ‘બંધે હાથ’ની ટિકિટ બારી પર પણ દર્શકોએ હાથ બાંધી દીધા હતા.
અમિતાભ બચ્ચન અને ડિમ્પલ કાપડિયા જેવા નામ હોવા છતાં ફિલ્મ ‘હમ કૌન હૈ’ પોતાની ઓળખ બનાવી શકી નહોતી.