Svg%3E

2023માં રિલીઝ થઈ રહી છે ફિલ્મોઃ કોવિડથી લઈને અત્યાર સુધી આ ઈન્ડસ્ટ્રીએ આ વર્ષથી સંપૂર્ણપણે કામ કરવાનું શરૂ કરી દીધું છે અને આ વર્ષે ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી, જ્યાં મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી, જ્યારે કેટલીક ફિલ્મોએ જબરદસ્ત બિઝનેસ કર્યો હતો. હવે આ વર્ષ પૂરું થવાનું છે અને આવતા વરસે રજૂ થનારી ફિલ્મો માટે ચાહકો તૈયાર થઇ ગયા છે. ચાલો જાણીએ એ મોટી ફિલ્મોના નામ, જે 2023માં રિલીઝ થશે અને લોકો તેમના માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તેમના મનપસંદ સ્ટાર્સને તેમાં જોવા માટે તલપાપડ છે…

Svg%3E
image soucre

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર પઠાણ (પઠાન) એસઆરકેની કમબેક ફિલ્મ છે અને તેના માટે ચાહકો ખૂબ ઉત્સાહિત છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023 થી થિયેટરોમાં રિલીઝ થશે.

Svg%3E
image soucre

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઇટર’નું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે અને આ ફિલ્મ હજુ પણ બની રહી છે. હાલ એની રિલિઝ ડેટ વિશે કોઇ પુષ્ટિ થઇ નથી.

Svg%3E
image soucre

ઘણા વર્ષો બાદ કરણ જોહર ડાયરેક્ટરની ખુરશી પર બેઠો છે. તેની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 28 એપ્રિલ, 2023ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે.

Svg%3E
image soucre

સલમાન ખાન અને કેટરિના કૈફની લોકપ્રિય ફિલ્મ સિરીઝ એક થા ટાઇગરની ત્રીજી પાર્ટ ‘એક થા ટાઇગર 3’ 2023માં રિલીઝ થશે. આ ફિલ્મ પણ 2023માં રિલીઝ થશે.

Svg%3E
image soucre

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ જૂન 2023 માં રિલીઝ થશે. જણાવી દઈએ કે ફિલ્મના ટ્રેલર લોન્ચ બાદ તે ઘણા વિવાદોથી ઘેરાયેલી જોવા મળી હતી, ત્યારબાદ તેની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી હતી.

Like this:

Svg%3E

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *