બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાની ઉંમરથી નાની ઉંમરના પાર્ટનર સાથે લગ્ન કર્યા છે. આ અભિનેત્રીઓ તેમના પતિ કરતા ઘણી મોટી છે. કેટલીક અભિનેત્રીઓ તેમના પતિ કરતા 10 વર્ષ મોટી હોય છે. આવો જોઇએ આવી જ કેટલીક અભિનેત્રીઓ પર…
પ્રિયંકાએ વર્ષ 2018માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. બંને વચ્ચે ઉંમરમાં 10 વર્ષનું અંતર છે, એટલે કે પ્રિયંકા નિકથી 10 વર્ષ મોટી છે. નિકની ઉંમર 28 વર્ષ છે તો પ્રિયંકાની ઉંમર 38 વર્ષ છે. આ બંને આ વર્ષે એક દીકરીના માતા-પિતા બન્યા છે, જેનું નામ માલતી છે.
અભિષેક અને ઐશ્વર્યાએ 2007માં લગ્ન કર્યા હતા. બંને ફિલ્મ ગુરુના સેટ પર નજીક આવ્યા હતા. આ પછી અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું અને પછી બંનેએ લગ્ન કરી લીધાં હતાં. ઐશ્વર્યા અભિષેક કરતા પાંચ વર્ષ મોટી છે. બંને એક પુત્રી આરાધ્યાના માતા-પિતા છે.
કેટરીના કૈફ વિકી કરતા પાંચ વર્ષ મોટી છે. કેટરિના 38 વર્ષની છે તો વિક્કી 33 વર્ષનો થઇ ગયો છે. લગભગ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2021માં લગ્ન કર્યા હતા. વિક્કી સાથે લગ્ન કરતા પહેલા કેટરીના રણબીર કપૂર અને સલમાન ખાનને ડેટ કરી રહી હતી.
અલી અને રિચાએ ગયા વર્ષે લગ્ન કર્યા હતા. રિચા અલીથી 10 મહિના મોટી છે. બંને લાંબા સમય સુધી લિવ ઇન રિલેશનશિપમાં હતા અને ફિલ્મ ફુકરેના સેટ પર નજીક આવ્યા હતા.
સોહા અલી ખાને ૨૦૧૫ માં કૃણાલ કેમ્મુ સાથે લગ્ન કર્યા હતા. તે કુણાલથી પાંચ વર્ષ મોટી છે, બંને લગ્ન પહેલા લાંબા સમય સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. હવે બંને ઇનાયા નામની પુત્રીના માતા-પિતા છે.