બિગ બોસ 16ની રમત હવે ધીમે ધીમે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. આ શો પૂરો થવામાં હવે માત્ર 4-6 અઠવાડિયા જ બાકી છે. આવી સ્થિતિમાં, તે વધુ રસપ્રદ બની રહ્યું છે. હવે તેને વધુ મજેદાર બનાવવા માટે ખાસ મહેમાનો ઘરમાં આવી રહ્યા છે, જેમાંથી એક છે શોની સ્પર્ધક શ્રીજીતા ડી મંગેતર, હવે ઘરમાં જોવા મળશે, જે શ્રીજિતાને ચોંકાવી દેશે. શોના પ્રોમો પરથી લાગી રહ્યું છે કે, થોડા દિવસ સુધી માઇકલ ઘરે શ્રીજીતા સાથે સમય પસાર કરશે અને ગેમમાં પોતાની મંગેતરનું મનોબળ વધારતો પણ જોવા મળશે.
શ્રીજિતાએ 2021માં સગાઈ કરી હતી.
તમને જણાવી દઈએ કે શ્રીજીતા ડેએ 2021 માં એક તસવીર શેર કરીને તેની સગાઈની ઘોષણા કરી હતી. તે પહેલા તે 2 વર્ષથી માઇકલને ડેટ કરી રહી હતી. માઈકલે તેને સારી રીતે જાણ્યા બાદ પ્રપોઝ કર્યું ત્યારે શ્રીજીતાએ હા પાડી હતી. પેરિસના એફિલ ટાવરની સામેથી જ બંનેએ પોતાના સંબંધોને ઓફિશિયલ કરી દીધા હતા. સાથે જ માઇકલ હવે શ્રીજીતાને સપોર્ટ કરવા માટે શોમાં આવી રહ્યો છે.
View this post on Instagram