નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બધાની નજર એ વાત પર રહેશે કે નિર્મલા સીતારમણ નોકરીયાત લોકોને ટેક્સમાં કોઈ રાહત આપશે કે નહીં. પરંતુ બજેટ પહેલા નાણામંત્રીએ વરિષ્ઠ નાગરિકોને મોટી ભેટ આપી છે. આ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વરિષ્ઠ નાગરિકોને આપેલા વચનને પૂર્ણ કરતા નાણા મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
ટ્વિટમાં શું કહ્યું
As announced in Budget FY 2022-23, senior citizens above 75 years of age, having only pension and interest income, are now exempted from filing Income Tax Return. #PromisesDelivered pic.twitter.com/iuyIzyQPnJ
— NSitharamanOffice (@nsitharamanoffc) January 5, 2023
ટ્વિટ અનુસાર 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો, જેમની પાસે પેન્શન અને બેંકો પાસેથી વ્યાજ તેમની આવકના સ્ત્રોત તરીકે છે, તેમને રાહત મળશે. આ સિવાય તેમને ઇનકમ ટેક્સ પણ નહીં ભરવો પડે. આવકવેરામાં રાહતને લઈને બજેટ 2022 પહેલા ચર્ચાઓ ચાલી રહી છે. નોકરિયાત લોકો આવકવેરાના સ્લેબમાં રાહતની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તે પહેલા વૃદ્ધો માટે સારા સમાચાર આવ્યા છે.