ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક બેટ્સમેન પૃથ્વી શો પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલમાં તે ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. આ બધાની વચ્ચે પૃથ્વી શો સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૃથ્વી શો અને રુમાદ ગર્લફ્રેન્ડ નિધિ તાપડિયાનું બ્રેકઅપ થઇ ગયું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૃથ્વી શો અને નિધિ તાપડિયા એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હવે આ બંનેના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પૃથ્વી શો અને નિધિ તાપડિયા એકબીજા સાથે ઘણા ફોટો શેર કરી રહ્યા હતા, જે બાદ તેમના રિલેશનશીપના સમાચાર સામે આવી રહ્યા હતા.
નિધિ તાપડિયાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેના બેકગ્રાઉન્ડ સોંગમાં તેણે એક પંજાબી ગીત મૂક્યું છે, જે એક બ્રેકઅપ સોંગ છે. એટલું જ નહીં પૃથ્વી શો અને નિધિ તાપડિયાએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.
નિધિ તાપડિયા એક મોડેલ અને એક્ટર છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. નિધિ તાપડિયાના ઇન્સ્ટાગ્રામ પર ૧૦૮કે ફોલોઅર્સ છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની રહેવાસી છે.
પૃથ્વી શો નવા વર્ષના દિવસે એક પબમાં પાર્ટી કરવા ગયો હતો. આ પાર્ટીમાં તેની સાથે નિધિ તાપડિયા પણ દેખાઈ હતી. આ બંનેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
કહેવાય છે કે પૃથ્વી શો અગાઉ અભિનેત્રી પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો હતો. વર્ષ 2020માં બંને વચ્ચે અફેરની ખબરો આવી હતી. તેમની નિકટતાનો અંદાજ સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પરથી લગાવી શકાતો હતો, પરંતુ હવે બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.