વિશ્વમા ઘણા એવા સ્થળો અને ગામો આવેલા છે જે તેની ભવ્યતા અને આગવી ઓળખના કારણે ચર્ચામાં રહે છે. ગામમાં રહેતા લોકોને મળતી વૈભવી સુવિધાને કારણે તેની ઓળખ વિશ્વના સુદર ગામ તરીકે થતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ ગામ એવુ પણ હોય કે જ્યાં વિશ્વની સૌથી વૈભવી સુવિધા મળતી હોવા છતા લોકો રહેવા તૈયાર ન હોય. જી હા દોસ્તો આવુ જ એક ગામ છે ઉત્તરર કોરિયામાં જ્યાં મળતી સુવિધા તો કોઈ ફાઈવસ્ટાર હોટલથી કમ નથી પણ ત્યાં રહેવા કોઈ તૈયાર નથી. ઉત્તર કોરિયાના કિજોંગ-ડોંગ ગામ આવુ જ એક ગામ છે. કે જેની સુંદરતાના કેસમાં આ ગામનો કોઈ તોડ નથી, પરંતુ અહીંયા કોઈ વ્યક્તિ રહેવા તૈયાર નથી. આ ગામમાં આલીશાન બિલ્ડિંગ, સાફ-સુથરા રસ્તા, પાણીની ટાંકી, વિજળી, સ્ટ્રીટ લાઈટ સહિત તમામ પ્રકારની સુવિધાઓ છે. છતા પણ કોઈ અહિયા રહેવા તૈયાર નથી. તો ચાલો જાણીએ કે આખરે આ ગામમાં એવુ તે શું છે કે કોઈ રહેવા તૈયાર નથી.
યુદ્ધ વિરામ દરમિયાન આ ગામને બનાવવામાં આવ્યુ
તમને જણાવી દઈએ કે, કિંજોગ-ડોંગ ગામ સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાન મિલિટ્રીરહિત ઝોનમાં સ્થિત છે. વર્ષ 1953માં કોરિયન વોર બાદ થયેલ યુદ્ધ વિરામ દરમિયાન આ ગામને બનાવવામાં આવ્યુ હતુ. ઘણા લોકો આ ગામને પ્રોપગેંડા વિલેજ પણ કહે છે. લોકોનું આ માનવુ છે કે, આ ગામનું નિર્માણ એ માટે કરાવવામાં આવ્યુ છે કે જેથી ઉતર કોરિયામાં રહેતા લોકોને એવુ લાગે છે કે, અહીંયાના લોકોની લાઈફ ખૂબ જ લગ્ઝરી છે.
કિજોંગ-ડોંગનો ઈતિહાસ
કિજોંગ-ડોંગ ગામના નિર્મણનો કિસ્સો પણ ઘણો રસપ્રદ છે. વાસ્તવમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની વચ્ચે જ્યારે કોરિયાઈ યુદ્ધની અનૌપચારિક સમાપ્તિ થઈ, તે જ સમયે આ ગામનુ નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ સુધી ચાલેલા આ યુદ્ધમાં 30 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. આ બંને દેશને અલગ કરનાર ક્ષેત્રને ડિમિલિટ્રાઈઝ એરિયાના રૂપમાં ઓળખવામાં આવે છે. યુદ્ધ દરમિયાન બંને દેશોએ અહીંયા પોતાના નાગરિકોને હટાવી દીધા હતા.
આ ગામના લોકોને વિશેષ ઓળખાણપત્ર આપવામાં આવ્યુ