આજકાલ તમે જ્યારે પણ રસ્તા પરથી પસાર થતા હશો તો તમારી પાસેથી સ્કૂલ બસ પસાર થતી હશે તો તમારા દિમાગમાં એક સવાલ જરૂર આવતો હશે કે, આ સ્કૂલ બસ હંમેશા પીળા રંગની જ કેમ હોય છે. જ્યારે આપણે નાના રહેતા તો આપણને એમ લાગતું કે, સ્કૂલે એવો કલર હશે, પરંતુ બાદમાં જ્યારે બધી સ્કૂલોની બસ જોઈએ તો એ બધી જ બસ પીળા કલરની હોય છે. તો બીજી તરફ, દિમાગમા એવા ઘોડા પણ દોડતા જ હોય છે કે આકાશમાં ઉડતુ એરોપ્લેન હંમેશા સફેદ કલરનુ જ કેમ હોય છે. આ બંને સવાલનો જવાબ આજે અમે તમને આપીશું.
સ્કૂલ બસ પીળી હોવાનું કારણ
સ્કૂલ બસ હંમેશા પીળી હોવા પાછળ એ કારણ છે કે, બાકી રંગોની સરખામણીમાં પીળો રંગ 1.24 ગણો વધુ આકર્ષક હોય છે. અન્ય કોઈ કલરની તુલનામાં આ રંગ આંખોમાં સૌથી પહેલા દેખાઈ આવ છે. 1930માં અમેરિકામાં સૌથી પહેલા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. બસ, ત્યારથી સ્કૂલ બસોને પીળો રંગ મળી ગયો છે.
પ્લેનનો રંગ સફેદ હોવાનું કારણ
એરોપ્લેનનો રંગ સફેદ હોવાની પાછળ એક નહિ, અનેક કારણો છે. પહેલું તો એ કે, પ્લેનને ઉડતા પહેલા અનેક રીતે તપાસમાં આવે છે કે વિમાનમાં કોઈ પ્રકારનો ડેંટ ન હોય અને વ્હાઈટ રંગની બોડીમાં ડેંટ જલ્દી દેખાઈ જાય છે. બીજી વાત એ કે, સફેદ રંગ બાકી કોઈ રંગની તુલનામાં લાઈટને વધુ રિફલેક્ટ કરે છે. તેનાથી પ્લેનની અંદરનું તાપમાન મેઈનટેઈન રહે છે.
આ રંગ પાછળનું એક કારણ એ પણ છે કે, પ્લેન જ્યારે સફેદ રંગનુ હોય છે, તો તે હળવા હોય છે, પંરતુ અન્ય કલરના પ્લેન અપેક્ષાથી વધુ ભારે હોય છે.