ફારુખ એન્જિનિયરની ગણતરી ભારતના દિગ્ગજ વિકેટકીપર ખેલાડીઓમાં થાય છે. તેણે પોતાના દમ પર ટીમ ઇન્ડિયા માટે ઘણી મેચ જીતી છે. તેની વિકેટકિપિંગ સ્કિલ પણ કમાલની રહી હતી.
ભારતીય ટીમે એકથી વધુ બેટ્સમેન દુનિયાને આપ્યા છે. જેમાં સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોનીથી લઇને વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ થાય છે. ભારતીય બેટ્સમેનોએ આખી દુનિયામાં પોતાની બેટિંગ રમી છે. વિશ્વના સૌથી મોટા બોલરો આ મજબૂત બેટ્સમેનોથી ડરતા હતા. આજે આપણે જે ખેલાડીની વાત કરી રહ્યા છીએ. તેનું નામ ફારુખ એન્જિનિયર છે. આ ખેલાડીએ પોતાની બેટિંગ અને વિકેટકીપિંગના આધારે 60ના દાયકામાં ફેન્સના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી લીધી હતી.
વિસ્ફોટક બેટિંગમાં નિષ્ણાત
ક્રિકેટના શરુઆતના દિવસોમાં વિકેટકિપર ખેલાડીની ભૂમિકા વિકેટકિપિંગ પૂરતી જ મર્યાદિત રહેતી હતી અને તેની ગણતરી અગાઉના બેટ્સમેનોમાં થતી હતી. પણ ફારૂખ એન્જિનિયરે આ પરંપરા તોડી. તે એવા ખેલાડી તરીકે જાણીતો બન્યો હતો કે, જે સખત બેટીંગની સાથે સાથે વિકેટકિપિંગ પણ કરે છે. તેણે પોતાના દમ પર ટીમ ઇન્ડિયા માટે ઘણી મેચ જીતી છે.
Identify This Indian Cricketer ? pic.twitter.com/60tdJx7uEr
— indianhistorypics (@IndiaHistorypic) December 31, 2022