ભારતીય ક્રિકેટ બોર્ડે તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કર્યો છે. ક્રિકેટ ઉપરાંત ફૂટબોલ, રગ્બી, બાસ્કેટબોલ અને બેઝબોલ જેવી રમતોમાં પણ આ નિયમ પહેલાથી જ લાગુ છે, જ્યારે આઇપીએલમાં તેનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવશે. પરંતુ આ નિયમને લગતી એક મોટી અપડેટ સામે આવી છે, જેને જાણીને ક્યા વિદેશી ખેલાડીઓ બિલકુલ ખુશ નહીં થાય.
IPLમાં આ રીતે લાગુ થશે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમો
ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ અંતર્ગત કેપ્ટન મેચ દરમિયાન 11 રમવાના ખેલાડીને બદલે અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરી શકે છે. ઓક્ટોબરમાં સૈયદ મુસ્તાક અલી ટી -૨૦ ટૂર્નામેન્ટ દરમિયાન બીસીસીઆઈ દ્વારા આ નિયમની ચકાસણી કરવામાં આવી હતી અને રાજ્યની ટીમોએ આ પગલાને આવકાર્યું હતું. પણ મીડિયા રિપોર્ટ જણાવે છે કે, આઇપીએલમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ માત્ર ભારતીય ખેલાડીઓ પર જ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનો ઉપયોગ વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં લાવવા માટે ન થઈ શકે.
આઈપીએલની તમામ ટીમોને આપવામાં આવ્યું અપડેટ
ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર તમામ ફ્રેન્ચાઈઝીઓને પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું છે કે, કોઈ વિદેશી ખેલાડી સબસ્ટીટ્યૂટ તરીકે અન્ય વિદેશી ખેલાડીને રિપ્લેસ કરી શકે તેમ નથી. આ સાથે જ કોઈ પણ વિદેશી ખેલાડી ભારતીય ખેલાડીના રિપ્લેસમેન્ટ તરીકે આવી શકે નહીં. હાલમાં જ બીસીસીઆઈએ આ નિયમ વિશે જાણકારી આપતા કહ્યું હતું કે, “આઈપીએલ 2023થી એક નવા પરિમાણને જોડવા માટે એક કોન્સેપ્ટ રજૂ કરવામાં આવશે, જેમાં ટીમ દીઠ એક સબસ્ટિટ્યૂટ ખેલાડી આઈપીએલની મેચોમાં વધુ સક્રિય રીતે ભાગ લઈ શકશે.” આ સાથે સંબંધિત નિયમો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. ”
ટીમોને ઇમ્પેક્ટ પ્લેયર્સથી ફાયદો થાય છે