Svg%3E

અભિનેતા અમિતાભ બચ્ચનનો આલિશાન બંગલો જલસા હોય કે પછી મુકેશ અંબાણીનું એન્ટિલિયા હાઉસ હોય, આ વિખ્યાત હસ્તિઓના ઘર મુંબઈમાં છે. બોલીવૂડના કેટલાએ સિતારાઓ એવા છે જેમના ઘર જોવા માટે પ્રશંસકો દૂર દૂરથી આવે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ મોટી હસ્તિઓના ઘરો વિષે અને તેની ઝલક આપતી તસ્વીરો. ચાલો જાણીએ મુંબઈના સૌથી મોંઘા ઘરો વિષે.

Svg%3E
image source

મુકેશ અંબાણી કે જેઓ હવે વિશ્વના ટોપ 5 ધનવાનોની યાદીમાં સમાવિષ્ટ થઈ ગયા છે. તેવામાં સ્વાભાવિક છે કે તેમનું ઘર પણ દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક હોય. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા કોઈ મહેલ કરતાં ઓછું નથી. આખો પરિવાર હંમેશા બોલીવૂડ સિતારાઓની સાથે જોવા મળે છે. આ ઘરને શિકાગોના આર્કિટેક્ટ પાર્કિંસ એન્ડ વિલે બનાવ્યું છે. મળેલી માહિતિ પ્રમાણે આ ઘરને મિથિકલ અટલાંટિક આઇસલેન્ડથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યું છે. અંબાણી કુટુંબ અહીં પોતાના મોટા ભાગના ધાર્મિક પ્રસંગો ઉજવતા હોય છે. એન્ટિલિયાની ગણેશ ચતુર્થિ તો ખૂબ જ શાનદાર હોય છે.

Svg%3E
image source

અમિતાભ બચ્ચનનો બંગલો જલસા મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલો છે. તેઓ પોતાના આખા પરિવાર સાથે અહી રહે છે. અમિતાભનો બંગલો એક ટુરિસ્ટ સ્પોટ જેવો બની ગયો છે. આખા દેશમાંથી લોકો જો મુંબઈ ફરવા આવતા હોય તો અમિતાભનો બંગલો જોવાનું જરૂર રાખે છે. ફેન્સ તેમને દર રવિવારે મળવા આવે છે. અને બિગ બી પણ જો મુંબઈમા હાજર હોય તો પોતાના પ્રશંસકોને ક્યારેય નિરાશ નથી કરતા. તેમને અભિવાદન આપવા તેઓ રવિવારના દિવસે ચોક્કસ બહાર આવે છે.

Svg%3E
image source

અમિતાભની જેમ શાહરુખ કાન પણ હંમેશા પોતાના ફેન્સને મળવા પોતાના બંગલાની છત પર હાથ હલાવતા જોવા મળે છે. ઘણા લોકો તો શાહરુખ ખાનના બંગલાની નેમ પ્લેટ સાથે સેલ્ફી તેમજ તસ્વીરો પડાવતા પણ જોવા મળે છે. શાહરુખ ખાનના બંગલાનું નામ મન્નત છે. તેને શાહરુખ ખાનની પત્ની ગૌરીએ સજાવ્યું છે. ગૌરી એક ઇન્ટીરિયર ડિઝાઈનર છે. આ બંગલાનું નામ આ પહેલાં વિલા વિએના હતું. આ બંગલાને ખરીદતા પહેલાં શાહરુખે અહીં કેટલીક વાર શૂટિંગ પણ કર્યું હતું.

Svg%3E
image source

મુંબઈના ગેલેક્સી અપાર્ટમેન્ટનું નામ બધા જ જાણતા હશે. અને જેવું જ આ નામ આવે કે તરત જ સલમાન ખાનનો ચહેરો સામે આવી જાય છે. સલમાન ખાનનો આખો પરિવાર તેની સાથે આ એપાર્ટમેન્ટમાં રહે છે. દિવાળી, ઇદ કે પછી ગણેશ ચતુર્થી હોય અહીં આખું કુટુંબ સાથે મળીને બધા જ તહેવારની ઉજવણી કરે છે. સલમાન ખાન પોતાના ફ્લેટની બાલકનીમાંથી પોતાના પ્રશંસકોને અભિવાદન આપતા હોય છે. અમિતાભ અને શાહરુખ ખાનની જેમ સલમાન ખાનનું આ એપાર્ટમેન્ટ પણ એક ટુરિસ્ટ સ્પોટ જેવું જ છે.

Like this:

Svg%3E

By Gujju