જયા કિશોરી વાર્તાકારની સાથે સાથે મોટિવેશનલ સ્પીકર તરીકે પણ ફેમસ છે. મોટી સંખ્યામાં લોકો જયા કિશોરીની ટિપ્સને જીવન બદલી નાખે તેવી ગણાવી છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. જયા કિશોરી ઘણીવાર સોશિયલ મીડિયા પર મોટિવેશનલ ક્વોટ શેર કરતી રહે છે. જયા કિશોરીએ કહ્યું છે કે કેટલીક એવી વાતો હોય છે જે વ્યક્તિએ ક્યારેય બીજા સાથે શેર ન કરવી જોઈએ. જો તે આવું કરે છે, તો તેને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેને તમારા સૌથી ખાસ મિત્રથી છુપાવવી જોઈએ, નહીં તો જીવનમાં સફળતા નથી મળતી.
મોટિવેશનલ સ્પીકર અને કથાકાર જયા કિશોરીના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ ક્યારેય પોતાના ઘરની સમસ્યાઓ વિશે બીજાને ન જણાવવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં બીજાની દખલ વધી શકે છે અને તમે મજાકનું પાત્ર બની શકો છો.
જયા કિશોરીના કહેવા મુજબ વ્યક્તિએ પોતાની કમાણી અને તેના સોર્સ વિશે બીજાને ન જણાવવું જોઈએ. લોકો આ મહત્વપૂર્ણ માહિતીનો લાભ લઈ શકે છે. આ તમને નુકસાન પહોંચાડી શકે છે.
મોટિવેશનલ સ્પીકર જયા કિશોરીએ પણ કહ્યું છે કે, પોતાની યોજના વિશે ક્યારેય બીજાને ન જણાવવું જોઈએ. જો તમારી યોજના ગુપ્ત ન હોય તો કામને સફળ કરવામાં મુશ્કેલી આવી શકે છે.
કથાકાર જયા કિશોરીના જણાવ્યા અનુસાર, તમારે તમારી લવ લાઈફ વિશે ક્યારેય બીજાને ન જણાવવું જોઈએ કારણ કે તેમાં ઘણી એવી વસ્તુઓ છે, જેના કારણે તમારે પાછળથી શરમ અનુભવવી પડી શકે છે.
જયા કિશોરીના કહેવા પ્રમાણે વ્યક્તિએ પોતાના આગામી પગલા વિશે કોઈને જણાવવું જોઈએ નહીં. આમ કરવાથી તે કોઇ પણ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે છે.