પોર્ટુગલનો લેજન્ડરી ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો તેની શાનદાર લક્ઝરી લાઈફને કારણે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને મોંઘીદાટ કાર્સથી લઈને આલીશાન પ્રાઈવેટ જેટનો ખૂબ જ શોખ છે.
પોર્ટુગલનો લેજન્ડરી ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો તેની શાનદાર લક્ઝરી લાઈફને કારણે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને મોંઘીદાટ કાર્સથી લઈને આલીશાન પ્રાઈવેટ જેટનો ખૂબ જ શોખ છે. જણાવી દઈએ કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાસે લગભગ 190 કરોડ રૂપિયાની કિંમતનું આલીશાન પ્રાઈવેટ જેટ પણ છે.
પોર્ટુગલનો લેજન્ડરી ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનું આલીશાન પ્રાઈવેટ જેટ આકાશમાં ઉડતા ભવ્ય મહેલ જેવું લાગી રહ્યું છે. ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું આ વૈભવી પ્રાઇવેટ જેટ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના પ્રાઇવેટ જેટમાં ફ્રિજ, ઓવન, ડાઇનિંગ સોફા, વાઇ-ફાઇ, ટેલિફોન, ફેક્સ મશીન જેવી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રાઇવેટ જેટની ક્ષમતા 10 લોકોની છે. હાલમાં જ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રાઇવેટ જેટના ઇનસાઇડ ફોટોઝ શેર કર્યા છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રાઇવેટ જેટમાં પણ સૂવા માટે ખૂબ જ લક્ઝરી બેડ છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જિનાએ એક પ્રાઇવેટ જેટની તસવીર શેર કરી છે, જેમાં તે લક્ઝરી બેડ પર પડેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેની 5 વર્ષની દીકરી અલાના પણ પ્રાઈવેટ જેટમાં જ્યોર્જીના સાથે હાજર હતી.