અવાર નવાર પોતાની સ્ટાઇલથી હેડલાઇન્સમાં રહેતી ઉર્ફીને આજે એવી રીતે સ્પોટ કરવામાં આવી હતી કે ઉર્ફીએ પોતાનો ચહેરો પણ કેમેરાથી છુપાવી દીધો હતો.
ઉર્ફી જાવેદ છુપાવવામાં નહીં પરંતુ દેખાડવામાં માને છે. ખૂબ જ કૂલ, સ્ટાઈલિશ અને બોલ્ડ, આ હસીના જ્યારે પણ કેમેરા સામે આવે છે ત્યારે ધમાલ મચાવી દે છે, પરંતુ દરેક સમયે બધું બતાવવામાં માનતી ઉર્ફીએ પોતાનો ચહેરો છુપાવવાનું કેમ શરૂ કરી દીધું?