બોલિવૂડ અભિનેત્રી મૌની રોયના લગ્નને હવે એક વર્ષ થઈ ગયું છે. મૌનીએ ગયા વર્ષે ૨૭ જાન્યુઆરીએ ઉદ્યોગપતિ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. બંનેએ બે રીતિ રિવાજથી લગ્ન કર્યા. તે સમયે લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. લગ્નને એક વર્ષ પૂર્ણ થતા મૌની પતિ સૂરજ સાથે ભગવાનના આશીર્વાદ લેવા મંદિર પહોંચી હતી. તસવીરોમાં જુઓ કેવી રીતે મૌની રોય અને સૂરજ નામ્બિયારે પોતાના લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી.
આ ખાસ પ્રસંગે મૌની અને સૂરજ મેચિંગ કલરના આઉટફિટ્સ પહેરેલા જોવા મળ્યા હતા. સૂરજ સફેદ કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો તો મૌની વ્હાઇટ કલરની સાડી પહેરેલી જોવા મળી હતી.
તસવીરોમાં બંને ગળામાં માળા પહેરેલા જોવા મળ્યા હતા. જેને જોતા લાગે છે કે બંનેએ લગ્નની પહેલી વર્ષગાંઠ પર ફરીથી લગ્નની વિધિ કરી હતી.
મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ આ કપલ પરિક્રમા કરતા જોવા મળ્યા હતા. જુઓ આ તસવીર… જેમાં બંને મંદિરની પરિક્રમા કરતા જોવા મળે છે. સાથે જ બીજી તસવીરમાં બંને હાથ જોડીને પૂજા કરતા જોવા મળી રહ્યા છે.
મંદિરમાં પૂજા દરમિયાન મૌનીની આ તસવીર જુઓ. આ ફોટોમાં મૌની આંખો બંધ કરીને ભગવાનના ધ્યાનમાં ડૂબેલી છે.
આ ફોટોમાં મૌની સૂરજ નામ્બિયારને ગળે લગાવી રહી છે. આ તમામ તસવીરોમાં મૌનીનો સિમ્પલ અંદાજ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મૌનીએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તમને જણાવી દઇએ કે, મૌની ઘણી ટીવી સીરિયલ અને ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. જો કે લગ્ન બાદ મૌની પોતાના બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં રહે છે.