ટીવીની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા આર્યા પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ પોસ્ટ દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે, જેને જાણીને ફેન્સને પણ આશ્ચર્ય થયું છે. અભિનેત્રીએ કહ્યું કે તે લગભગ ૧૦ વખત દુલ્હન બની છે.
કુંડલી ભાગ્ય ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા 35 વર્ષની થઇ ગઇ છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે ૧૦ વખત દુલ્હન બની છે. એટલું જ નહીં, એક્ટ્રેસે પોતાના બ્રાઈડલ ગેટઅપને ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. પરંતુ તસવીરોમાં તે પોતાના પતિ રાહુલ નાગલ સાથે નહીં પરંતુ કોઇ બીજા સાથે જોવા મળી રહી છે.
જો કે રીલ લાઇફમાં 10 વખત દુલ્હન બનવાની ચર્ચા છે. શ્રદ્ધા આર્યાએ જણાવ્યું કે તે પોતાના શો ‘કુંડલી ભાગ્ય’માં એક વાર નહીં પરંતુ 10-10 વખત દુલ્હન બની ચૂકી છે.
શ્રદ્ધાએ સીરિયલના સેટ પરથી લગ્નના પેવેલિયન સાથેની તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો શેર કરતાં એક્ટ્રેસે લખ્યું કે, ‘જ્યારે તમે એક જ શોમાં 10મી વાર લગ્ન કરો છો, ત્યારે તમે ચિંતા કર્યા વગર કરો છો. કારણ કે આ કુંડળી જ નિયતિ છે’.
ફોટોઝમાં શ્રદ્ધા આર્યા એક બ્રાઈડલ કપલમાં જોવા મળી રહી છે અને તે પોતાના કો-એક્ટર સાથે ખૂબ મસ્તી કરવાના મૂડમાં છે. સાથે જ ફેન્સને એક્ટ્રેસની તસવીરો પણ ખૂબ પસંદ આવી રહી છે. થોડા જ સમયમાં તેમની આ પોસ્ટને 3 લાખ 65 હજારથી વધુ લાઇક્સ મળી છે.
આ સાથે જ શ્રદ્ધા આર્યાની પર્સનલ લાઈફની વાત કરીએ તો વર્ષ 2015માં એનઆરઆઈ બિઝનેસમેન જયંત રત્તી સાથે તેની સગાઈ થઈ હતી. પરંતુ લગ્ન પહેલા જ બંનેના સંબંધો ખતમ થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન પહેલા જયંતે શ્રદ્ધા સામે એક શરત મૂકી હતી કે તેને એક્ટિંગ કરિયર છોડવું પડશે. જોકે, અભિનેત્રી આ વાત સાથે સહમત નહોતી. તેથી જ તેઓએ સગાઈ રદ કરી હતી.