બોલિવૂડ અભિનેત્રી મૌની રોયના લગ્નને હવે એક વર્ષ થઈ ગયું છે. મૌનીએ ગયા વર્ષે ૨૭ જાન્યુઆરીએ ઉદ્યોગપતિ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. બંનેએ બે રીતિ રિવાજથી લગ્ન કર્યા. તે સમયે લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. લગ્નને એક વર્ષ પૂર્ણ થતા મૌની પતિ સૂરજ સાથે ભગવાનના આશીર્વાદ લેવા મંદિર પહોંચી હતી. તસવીરોમાં જુઓ કેવી રીતે મૌની રોય અને સૂરજ નામ્બિયારે પોતાના લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી.

આ ખાસ પ્રસંગે મૌની અને સૂરજ મેચિંગ કલરના આઉટફિટ્સ પહેરેલા જોવા મળ્યા હતા. સૂરજ સફેદ કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો તો મૌની વ્હાઇટ કલરની સાડી પહેરેલી જોવા મળી હતી.

તસવીરોમાં બંને ગળામાં માળા પહેરેલા જોવા મળ્યા હતા. જેને જોતા લાગે છે કે બંનેએ લગ્નની પહેલી વર્ષગાંઠ પર ફરીથી લગ્નની વિધિ કરી હતી.

મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ આ કપલ પરિક્રમા કરતા જોવા મળ્યા હતા. જુઓ આ તસવીર… જેમાં બંને મંદિરની પરિક્રમા કરતા જોવા મળે છે. સાથે જ બીજી તસવીરમાં બંને હાથ જોડીને પૂજા કરતા જોવા મળી રહ્યા છે.

મંદિરમાં પૂજા દરમિયાન મૌનીની આ તસવીર જુઓ. આ ફોટોમાં મૌની આંખો બંધ કરીને ભગવાનના ધ્યાનમાં ડૂબેલી છે.

આ ફોટોમાં મૌની સૂરજ નામ્બિયારને ગળે લગાવી રહી છે. આ તમામ તસવીરોમાં મૌનીનો સિમ્પલ અંદાજ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મૌનીએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તમને જણાવી દઇએ કે, મૌની ઘણી ટીવી સીરિયલ અને ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. જો કે લગ્ન બાદ મૌની પોતાના બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ગુજ્જુની ધમાલ
Disclaimer: આ સ્ટોરી સામાન્ય માહિતી અને મીડિયા રિપોર્ટ્સના આધારે લખવામાં આવી છે. તેમને કોઈપણ રીતે અજમાવતા પહેલા, તમારે જાણકાર અથવા તમારા ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. gujjuabc આ સૂચનો અને સારવાર માટે નૈતિક જવાબદારી લેતું નથી. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે.


