પ્રકૃતિના ખોળે આવેલા અને ભારતના પ્રમુખ રાજ્યો પૈકી એક એવા કેરળની ગણના ભારતના સૌથી સુંદર રાજ્યો પૈકી થાય છે. કેરળ દેશના સૌથી સાક્ષર રાજ્યો પૈકી એક હોવાની સાથે જ તે કુદરતી સૌંદર્યનું ભાથું પણ ધરાવે છે. કેરળની રાજધાની તિરૂવનંતપુરમ છે અને મલયાલમ અહીંની પ્રમુખ અને સૌથી વધુ બોલાતી સ્થાનિક ભાષા છે. ભૌગોલિક રીતે કેરળ ભારતની દક્ષિણ પશ્ચિમ સરહદે અરબ સાગર અને સહયાદિ પર્વત શૃંખલા મધ્યે આવેલું રાજ્ય છે અને તેના પાડોશી રાજ્યો તામિલનાડુ અને કર્ણાટક છે. આજના આ યાત્રા વિભાગના આર્ટિકલમાં અમે આપને કેરળ રાજ્યના એક પ્રમુખ શહેર મુન્નાર વિષે જણાવવાના છીએ જે પોતાની અદભુત કુદરતી સુંદરતાને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
મુન્નાર કેરળ રાજ્યમાં આવેલી એક બેહદ સુંદર અને રમણીય જગ્યા છે. મુન્નાર એક શાનદાર હિલ સ્ટેશન પણ છે. અનેક પ્રવાસીઓની પહેલી પસંદ એવું મુન્નારને કાશ્મીર બાદ ભારતનું બીજું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ પણ ગણવામાં આવે છે. અહીંના તાજા અને હર્યાભર્યા વાતાવરણમાં સુંદર બગીચાઓ પ્રવાસીઓના દિલ ખુશ કરી દે છે. મુન્નારની સુંદરતા કેટલી છે તેનો અંદાજ તમે એ વાતથી જ લગાવી શકો છો કે આ જગ્યા પર અંગ્રેજોએ પોતાના વેકેશન ગાળવા માટેનું રિઝોર્ટ બનાવ્યું હતું. મુન્નાર સમુદ્ર તળથી 1700 મીટરની ઊંચાઈ પર સ્થિત છે અને આ શહેર પોતાના અતિ વિશિષ્ટ ડેરી ફાર્મ માટે પણ એટલું જ જાણીતું છે.
એક શાનદાર હિલ સ્ટેશન
કેરટલના ઇડુક્કી જિલ્લામાં આવેલા મુન્નાર શહેરની એક ઓળખ શાનદાર હિલ સ્ટેશન તરીકેની પણ છે. સુંદર નજારાઓ, શાંત પ્રાકૃતિક વાતાવરણ, ઝરણાઓ, પહાડો, બગીચાઓ અને પક્ષીઓ અહીંની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે.
ટાટા ટી મ્યુઝિયમ