પાસપોર્ટની રેન્કિંગ દર વર્ષે જારી કરવામાં આવે છે. આ રેન્કિંગના આધારે કયા દેશનો પાસપોર્ટ કેટલો પાવરફુલ છે તે જાણી શકાય છે. જો આ વર્ષના સૌથી શક્તિશાળી પાસપોર્ટની વાત કરીએ તો તે જાપાનનો પાસપોર્ટ છે. કારણ કે 2023 માટે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગ જાહેર કરી દેવામાં આવી છે.
લંડન સ્થિત વૈશ્વિક નાગરિકતા અને રેસિડેન્સી એડવાઇઝરી ફર્મ હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નવા અહેવાલ અનુસાર, એશિયાના ત્રણ દેશોના પાસપોર્ટની ત્રિપુટી તેમના ધારકોને અન્ય કોઈ પણ દેશ કરતા વધુ વૈશ્વિક મુસાફરીની સ્વતંત્રતા આપે છે.
આ દેશ બીજા અને ત્રીજા નંબર પર છે.
સીએનએનમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, જાપાનના નાગરિકો વિશ્વભરના રેકોર્ડ 193 સ્થળો /દેશોમાં વિઝા-મુક્ત અથવા વિઝા-ઓન-ડિમાન્ડ એક્સેસનો આનંદ માણે છે. જાપાને વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના પાસપોર્ટની યાદીમાં સિંગાપોર અને દક્ષિણ કોરિયાને પછાડ્યું છે, કારણ કે આ દેશોના નાગરિકોને 192 દેશોમાં મુક્તપણે વિઝા મુક્ત પ્રવેશ મળી શકે છે.હેનલી એન્ડ પાર્ટનર્સના એક અભ્યાસ મુજબ દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાપાનનો છે. જાપાનનો પાસપોર્ટ વિશ્વના 193 દેશો માટે વિઝા મુક્ત અથવા વિઝા-ઓન-અરાઇવલની મંજૂરી આપે છે.
યુરોપનો ટોચનો ચાર્ટ
એશિયન દેશોની આ ત્રિપુટી બાદ સમગ્ર યુરોપિયન દેશો લીડરબોર્ડના ટોપ 10 ચાર્ટમાં મજબૂતીથી બેઠા છે. જર્મની અને સ્પેન સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે, જેના નાગરિકો કોઈપણ સમસ્યા વિના 190 દેશોની મુસાફરી કરી શકે છે. ફિનલેન્ડ, ઇટાલી અને લક્ઝમબર્ગ ચોથા નંબર પર છે, જેમના નાગરિકો પાસે 189 દેશોમાં વિઝા મુક્ત અથવા વિઝા-ઓન-અરાઇવલ સુવિધાઓ છે. આ પછી ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, નેધરલેન્ડ અને સ્વીડન પાંચમા નંબર પર છે, જ્યારે ફ્રાન્સ, આયર્લેન્ડ, પોર્ટુગલ અને બ્રિટન છઠ્ઠા નંબર પર છે. તે પછી બેલ્જિયમ, નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ અને ચેક રિપબ્લિકની સાથે ન્યૂઝીલેન્ડ અને અમેરિકા સાતમા નંબર પર છે. આ સાથે જ અફઘાનિસ્તાન છેલ્લા સ્થાને છે. અફઘાનિસ્તાનમાં કુલ 27 દેશો વિઝા મુક્ત પ્રવેશ આપે છે.