દુનિયાના મહાન ફૂટબોલરોમાં સ્થાન ધરાવતો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો હવે કલબ ઓફ સાઉદી અરેબિયા તરફથી રમતો જોવા મળશે. સાઉદી અરેબિયાની ક્લબ અલ નાસ્ત્રાએ તેની સાથે દર વર્ષે 1800 કરોડ રૂપિયાની ડીલ સાઇન કરી છે. આ દરમિયાન રિયાધમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના આલિશાન ઘરના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ગત સપ્તાહે સાઉદી અરેબિયાની કલબ અલ નાસ્સાર સાથે જોડાયો. રોનાલ્ડોને આ કલબ તરફથી દર વર્ષે રુપિયા 1800 કરોડ મળશે, જેના કારણે તે ઈતિહાસનો હાઈએસ્ટ પેઈડ ફૂટબોલ પ્લેયર બની જશે.
ડેલી મેલ અનુસાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફોર સિઝન હોટલના કિંગ્ડમ સ્યુટમાં રોકાશે. આ સ્યુટ બે માળમાં ફેલાયેલો છે, જ્યાંથી આ શહેર ખૂબ જ સુંદર લાગે છે.
ફોર સીઝન્સ હોટલનો વૈભવી સ્યુટ અહેવાલ મુજબ ૩૦ ફૂટથી વધુ આવરી લે છે અને તેની કિંમત ૨.૫ કરોડ રૂપિયાથી વધુ છે. આ સ્યૂટના ફોટા એકદમ વાયરલ થઈ રહ્યા છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ સ્યૂટમાં પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના સાથે હશે. સાઉદીના નિયમ અનુસાર લગ્ન વગર એક જ ઘરમાં રહેવું ગેરકાયદે છે, પરંતુ રોનાલ્ડોને આમ કરવાની છૂટ આપવામાં આવશે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જ્યોર્જિનાને બે બાળકો છે. આ સિવાય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ હેલના 3 બાળકો છે.