રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝઃ સચિન તેંડુલકરને સંન્યાસ લીધાને ઘણો સમય થઈ ગયો છે પરંતુ ન તો તેના બેટની ધાર ઓછી થઈ છે અને ન તો ચાહકોનો આધાર. દેહરાદૂનમાં આ લેજન્ડરી બેટ્સમેને ઝંઝાવાતી અંદાજમાં 200ના સ્ટ્રાઈક રેટથી રમતાં તેની ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યોનથી.
India Legends vs England Legends: સચિન તેંડુલકરની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા લેજન્ડ્સે રોડ સેફ્ટી વર્લ્ડ સિરિઝ મેચમાં ઈંગ્લેન્ડ લેજન્ડ્સને 40 રનથી હરાવ્યું હતુ. દેહરાદૂનમાં વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી મેચને 15-15 ઓવરની કરી દેવામાં આવી હતી. સચિન તેંડુલકરની ટીમે 15 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. આ પછી ઈંગ્લેન્ડની લેજન્ડ્સ ટીમ છ વિકેટના નુકસાન પર 130 રન જ બનાવી શકી હતી.
સચિન તેંડુલકરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો
રોડ સેફ્ટી વર્લ્ડ સિરિઝની આ 14મી મેચમાં ઈન્ડિયા લેજન્ડ્સે જોરદાર દેખાવ કર્યો. સચિને તોફાની અંદાજમાં રમતા રમતા 20 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ યુવરાજ સિંહે 15 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ 31 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડની લેજન્ડ્સ ટીમ તરફથી સ્ટીફન પેરીએ ત્રણ વિકેટ ઝડપી હતી. સચિનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતીય ટીમે ધમાકેદાર શરૂઆત કરી
View this post on Instagram