Svg%3E

ફેંગસૂઈ અને વાસ્તુ ટિપ્સ અનુસાર, ઘરમાં યોગ્ય જગ્યાએ રાખેલી વસ્તુઓ બીઝનેસ માટે ખૂબ ફાયદા કારક રહેતી હોય છે. પરંતુ ક્યારેક એવું પણ બને કે વસ્તુ બરોબર હોય પણ જો વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં મૂકેલ ન હોય તો પરિવારને અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ઘણી મહેનત કરવા છ્તાં પણ બે પૈસે થતાં નથી. ઘરમાં આવક કરતાં જાવકના સ્ત્રોત વધવા લાગે છે. અચાનક જ બીમારીનો ખાટલો આવી પડે છે. અથવા તો ઘરમાં લડાઈ , ઝઘડા ને કંકાસ ભર્યું વાતાવરણ બની જાય છે. જેનાથી ઘરના સૌની માનસિક શાંતિ ખોરવાઈ જાય છે.Svg%3E

તો ઉપર જણાવેલ વસ્તુઓથી બચાવો તમારા પરિવારને અને જાણો આજે ફેંગસૂઈ અને વસ્તુ ટિપ્સ મુજબ ઘરની વહેતાં પાણીનો ફોટો મૂકવાની યોગ્ય દિશા. ને કરી દો તમારા પરિવારને માલામાલ.

1. ઘરમાં જો તમારે બરકત બનાવી રાખવી હોય તો તમારે પાણીની તસવીરને કોઈ શો પીસની પાસે બાલ્કનીમાં રાખો. જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી. અને ઘરમાં દિવસે ને દિવસે બરકત વધતી જશે.Svg%3E

2 . પાણીથી ભરેલુ વાસણ ઘરમાં પૂર્વ કે ઉતર દિશામાં રાખો. જેનાથી પૈસા સંબંધી બધી જ તકલીફોમાં રાહત મળશે ને ધીરે ધીરે પૈસા સંબંધી તકલીફ જ દૂર થઈ જશે અને બધી જ જગ્યાએ સફળતા જ સફળતા મળશે.

3. રસોડામાં પાણીયારા સિવાય બીજે ક્યાય પાણીના વાસણો ભરીને ન રાખવા જોઈએ. તેની અસર ઘરના લોકોના આયુષ્ય પર જરૂર પડે છે.

4. રસોડામાં પાણી ભરેલાં શો-પીસ રાખવાથી ઘરમાં લડાઈ ઝઘડાઓ વધારે પ્રમાણમાં થાય છે.Svg%3E

5. જો ઘરમાં જ ગાર્ડન છે. અને એમાં તમે વોટરફોલ લગાવવાના હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વોટરફોલ એની દિશા જાણીને જ લગાવશો. પૂર્વ અથવા ઉતર. જો દિશા એ નહી હોય તો ઘરની રોનક જતી રહેશે.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju