બોલિવૂડમાં હાલમાં શાહરુખ ખાનની દીકરી સુહાના તથા શ્વેતા બચ્ચનનો દીકરો અગસ્ત્ય નંદા એકબીજાને ડેટિંગ કરતા હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. માનવામાં આવે છે કે બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરે છે.
સૂત્રોના મતે, ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચિઝ’ના સેટ પર બંને વચ્ચે પ્રેમ થયો હતો. બંને પોતાના રિલેશન છુપાવવાનો સહેજ પણ પ્રયાસ કરતા નથી. બંને અવાર-નવાર સાથે જોવા મળે છે, પરંતુ હાલમાં બંનેમાંથી એક પણ પોતાના સંબંધોને ઑફિશિયલ કરશે નહીં.
સુહાના તથા અગસ્ત્ય એકબીજાના પ્રેમમાં છે. આટલું જ નહીં ગયા વર્ષે કપૂર પરિવારના ક્રિસમસ લંચમાં અગસ્ત્યે સુહાના ખાનને પોતાની પાર્ટનર તરીકે ઇન્ટ્રોડ્યૂસ કરી હતી. ઉલ્લેખનીય છે કે શશિ કપૂર દર વર્ષે નાતાલના દિવસે ફેમિલી લંચનું આયોજન કરતા હતા. આ દિવસે કપૂર પરિવારના મોટા ભાગના સભ્યો અચૂકથી હાજર રહેતા હોય છે. શશિ કપૂરના અવસાન બાદ તેમના પરિવારે આ પરંપરા ચાલુ રાખી છે અને દર વર્ષે ક્રિસમસ પર લંચ રાખતા હોય છે.
શ્વેતા નંદાએ રિલેશનશિપને મંજૂરી આપી
અગસ્ત્યની માતા શ્વેતા બચ્ચન નંદાએ દીકરાની પસંદને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે શ્વેતા નંદા બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચનની દીકરી છે. શ્વેતા બચ્ચને 1997માં નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. નિખિલ નંદા કપૂર પરિવારનો દોહિત્રી છે. સ્વ. રાજ કપૂરને પાંચ સંતાનો, જેમાં રણધીર કપૂર, સ્વ. રિશી કપૂર, સ્વ. રાજીવ કપૂર તથા બે દીકરીઓ સ્વ. રિતુ નંદા તથા રીમા જૈન સામેલ છે. રિતુ નંદાનો દીકરો નિખિલ નંદા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સુહાના ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડ ડેબ્યૂ કરશે. આ ફિલ્મને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી ખુશી કપૂર, અગત્સ્ય નંદા, મિહિર આહુજા, યુવરાજ મેન્ડા પણ છે. આ ફિલ્મથી બોની કપૂર-શ્રીદેવીની દીકરી ખુશી કપૂર તથા શ્વેતા-નિખિલ નંદાનો દીકરો અગત્સ્ય પણ ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.