વીરેન્દ્ર સેહવાગને કોઈ ઓળખાણની જરૂર નથી. વીરેન્દ્ર સેહવાગ હજારો લોકોના દિલમાં રાજ કરે છે. તેઓ પોતાની ખુબ જ સારી રમતથી દેશનું નામ આગળ લાવ્યા છે. દરેક ક્રિકેટ ચાહક વીરેન્દ્ર સેહવાગના દિવાના છે, જે પોતાની બેટિંગથી દરેકને મનાવી લે છે અને વિરોધી ટીમમાં તબાહી મચાવે છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ ODI સ્ટાઈલની બેટિંગ અને પહેલા જ બોલથી બોલરો પર હુમલો કરીને વીરેન્દ્ર સેહવાગને સૌથી ખતરનાક ખેલાડીઓમાંથી એક બનાવી દીધો. હવે ફેન્સ માટે સારા સમાચાર છે કારણ કે વીરેન્દ્ર સેહવાગના પુત્રએ હવે પ્રોફેશનલ ક્રિકેટમાં પગ મુક્યો છે.
View this post on Instagram
BCCI દ્વારા આયોજિત અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલ્હીની ટીમમાં વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 15 વર્ષનો આર્યવીર હવે ક્રિકેટ જગતમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે.