ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડકપ 2022નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માર્ક વોએ ટી-20 ઈન્ટરનેશનલના ટોચના પાંચ ખેલાડીઓને સ્થાન આપ્યું છે. આ યાદીમાં એક ભારતીય ખેલાડીને પણ સ્થાન મળ્યું છે. આ સાથે જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના એક-એક ખેલાડીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
માર્ક વોએ ટોચના પાંચ ખેલાડીઓમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પ્રથમ સ્થાન આપ્યું છે. માર્ક વોએ બુમરાહ પર કહ્યું, “મને લાગે છે કે તે તમામ ફોર્મેટમાં ખરેખર શાનદાર બોલર છે. ટી-20 ક્રિકેટમાં વિકેટ લેવાની તેની ક્ષમતા કમાલની છે.
અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાનને પણ માર્ક વોએ પસંદ કર્યો છે. માર્ક વોએ રાશિદ ખાન પર કહ્યું, “તે તમામ ટૂર્નામેન્ટમાં રમે છે. તે એક એવો ખેલાડી છે જે ચાર ઓવર ફેંકવા જઈ રહ્યો છે. તે કદાચ બે કે ત્રણ વિકેટ મેળવશે અને લગભગ 20 રન 20 રનની આસપાસ ખર્ચ કરશે.”
ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરને પણ માર્ક વોએ ટોચના પાંચ ખેલાડીઓમાં સામેલ કર્યો છે. “મને લાગે છે કે જોસ બટલર ટી -20 માં વિશ્વ ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન છે. તે બોલનો ક્લીન સ્ટ્રાઇકર છે. અમે તેને તમામ ટુર્નામેન્ટમાં જોયો છે.”
આ યાદીમાં છેલ્લું નામ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલનું છે. માર્ક વોએ કહ્યું, “ગ્લેન મેક્સવેલ એક પ્રકારનો ખેલાડી છે જે તમને બેટથી મેચ જીતાડી શકે છે. કદાચ બોલથી તેમને ઓછો આંકવામાં આવે છે.”