ટીમ ઇન્ડિયાની સ્ટાર ઓલરાઉન્ડર વેદા કૃષ્ણમૂર્તિ એક જાણીતું નામ છે. વેદા કૃષ્ણમૂર્તિ પોતાની દમદાર બેટિંગની સાથે સાથે બોલિંગ માટે પણ જાણીતી છે. તેણે અચાનક લગ્ન કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. વેદા કૃષ્ણમૂર્તિએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કરીને ચાહકોને લગ્ન વિશેની માહિતી આપી છે.
વેદા કૃષ્ણમૂર્તિને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કર્ણાટકના ક્રિકેટર અર્જુન હોયસાલાને પ્રપોઝ કરવામાં આવ્યું હતું. હવે આ બંને ખેલાડીઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
આ બંને ક્રિકેટરે કોર્ટ મેરેજ કર્યા છે. વેદા કૃષ્ણમૂર્તિએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી અર્જુન હોયસાલા સાથેના તેના લગ્નના ફોટા શેર કર્યા છે. તેમણે ફોટાની સાથે લખ્યું, ‘મિસ્ટર એન્ડ મિસિસ !!! આ તારા માટે છે અમ્મા. તમારો જન્મદિવસ હંમેશા ખાસ રહેશે. લવ યુ અક્કા. હમણાં જ લગ્ન કર્યા છે. 12.01.23.’
અર્જુન હોયસાલાએ વેદ કૃષ્ણમૂર્તિને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું. અર્જુન હોયસાલાએ તે સમયે પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, ‘અને તેણે હા પાડી છે.’ અર્જુને પહાડો વચ્ચે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વેદા કૃષ્ણમૂર્તિએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં બંને એકબીજાને સગાઈની વીંટી પહેરેલી જોવા મળી હતી.
અર્જુન હોયસાલાએ 2016માં કર્ણાટક માટે ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યું હતું. અર્જુન હોયસાલા ડાબોડી ઓપનર છે.
વેદા કૃષ્ણમૂર્તિએ વર્ષ 2011માં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. વેદા કૃષ્ણમૂર્તિએ ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધીમાં 48 વન-ડે અને 76 ટી-20 મેચ રમી છે.