Svg%3E

આજે વેલેન્ટાઈન ડેની ઉજવણી દેશભરમાં કરાઈ રહી છે. આ સમયે જો તમે તમારા પાર્ટનર માટે હજુ સુધી કંઈ કર્યું નથી તો આજે તમાેરે આ ખાસ પ્લાન કરી લેવો જરૂરી છે. તેના માટે તમે ઘરે રહીને જ પાર્ટનરને થોડા ખર્ચમાં ખુશ કરી શકો છો. જો કે પાર્ટનરને ખુશ કરવા આવા કોઈ ખાસ પ્રયાસની જરૂર રહેતી નથી પણ તો પણ આ નાનો પ્રયાસ તેમને ખશ કરી શકે છે.

Svg%3E
image source

જો તમે તમારા સંબંધમાં રોમાન્સ વધારવા ઇચ્છો છો તો તમે વાસ્તુ અનુસાર તમારા રૂમને પાર્ટનર માટે સજાવો. અહીં તમે તમારી પાસેની જ કેટલીક ખાસ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ સાથે તમે અહીં તમારા બેડરૂમમાં દંપતિનો ફોટો, રાધા કૃષ્ણનો ફોટો, લવ બર્ડના ફોટો મૂકી શકો છો. આ ફોટો માથા બાજુ રાખો અને બેડને સજાવો.

Svg%3E
image source

આ સિવાય બેડ સજાવવા માટે પણ તમે ખાસ ટિપ્સ અજમાવી શકો છો. તમે ગુલાબની પાંદડીઓની સાથે સાથે દિલ શેપના બલૂન્સ રૂમમાં લગાવી શકો છો. આ સિવાય રેડ કે પિંક રંગના કુશન્સ કે ચાદર તમારા પ્રેમને વધારવામાં મદદ કરી શકે છે. આ સાથે રૂમમાં લાલ લાઈટ પણ લગાવી શકો છો.

Svg%3E
image soucre

આ સિવાય કેટલીક ફ્રેગરન્સ વાળી કલરફૂલ કેન્ડલ્સનો પ્રયોગ કરો. આ સિવાય તમે રૂમ ફ્રેશનર, ગુલાબજળનો છંટકાવ, ચંદનની લાકડીઓ પણ ફ્રેશનેસ માટે વાપરી શકો છો. તેનાથી રૂમમાં સુગંધ ફેલાશે અને એક અલગ જ માહોલ તૈયાર થઈ જશે.

Svg%3E
image source

આ સિવાય બેડરૂમમાં તમે કપૂરનો પ્રયોગ કરો. તેને ચાંદીની વાટકીમાં રાકીને બાળી લેવાથી પણ પરસ્પર પ્રેમ વધે છે. આ સાથે કપૂર બાળવાથી રૂમની નેગેટિવ ઉર્જા ખતમ થાય છે અને સકારાત્મકતા સાથે પ્રેમની અનુભૂતિ કરી શકાય છે.

Svg%3E
image surce

બેડરૂમમાં 2 ગાદલા ન રાખો. હોય તો તેને આજે જ ચેન્જ કરો. એક જ ગાદલું હોવું વાસ્તુ અનુસાર યોગ્ય માનવામાં આવે છે. આ સિવાય તમે બેડરૂમમાં કર્ટેન્સને પણ ખાસ રીતે સજાવી શકો છો. જો શક્ય હોય તો ડિસ્કો લાઈટ લગાવી લો. તેનાથી તમને ડાન્સની ફિલિંગ સારી આવશે.

Svg%3E
image soucre

આ સિવાય પાર્ટનરને પ્રેમમાં વધારો કરે તેવી અને કામમાં આવે તેવી ગિફ્ટ આપો. જેમ કે હંસની જોડી, હાથીની જોડી, હ્રદયના આકારના રમકડા અને ચોકલેટ્સ, રૂમમાં મેલોડી સંગીત વગાડો અને પાર્ટનર સાથે રોમેન્ટિક ડાન્સ કરો. તેનાથી તમને અને પાર્ટનરને આનંદ મળશે.

Svg%3E

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *