ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને ટી-20 સીરીઝમાંથી બ્રેક મળ્યો છે. આ દરમિયાન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ઋષિકેશ પહોંચી ગયો છે. વિરાટ અને અનુષ્કા ઋષિકેશના સ્વામી દયાનંદ ગિરી આશ્રમ પહોંચ્યા છે. સ્વામી દયાનંદ ગિરી પીએમ મોદીના આધ્યાત્મિક ગુરુ હતા.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા ઋષિકેશ પહોંચી ગયા છે. અહીં તેમણે પુત્રી વામિકા સાથે ગંગા આરતી કરી હતી.
વિરાટ કોહલીએ આ દરમિયાન સ્વામી દયાનંદ આશ્રમની મુલાકાત પણ લીધી હતી. ઋષિકેશમાં તેઓ પત્ની અને પુત્રી વામિકા સાથે રહ્યા છે.
તેઓ મંગળવારે એટલે કે આજે આશ્રમમાં ધાર્મિક વિધિ કરશે. આશ્રમના જનસંપર્ક અધિકારી ગુણાનંદ રાયલે જણાવ્યું હતું કે અહીં પહોંચ્યા બાદ તેમણે બ્રહ્મલીન દયાનંદ સરસ્વતીની સમાધિની પણ મુલાકાત લીધી હતી.
આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા વૃંદાવન ગયા હતા. અનુષ્કા અને કોહલી અગાઉ પણ ઘણા પ્રસંગોએ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે.
કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેશે, જે તારીખ 9 ફેબુ્રઆરીથી શરુ થઈ રહી છે.