ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીએ તાજેતરમાં જ લગ્ન કર્યા હતા. આ બાદ આ કપલને મળેલી ગિફ્ટ પાકિસ્તાની મીડિયા ચેનલ પર જણાવવામાં આવી રહી છે. તેના ભાવ જાણીને તેઓ ચોંકી ગયા છે.
ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલીવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટીએ ભલે ખંડાલાના ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હોય, પરંતુ પાકિસ્તાની મીડિયામાં પણ બેન્ડ-બાજાનો પડઘો સંભળાયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બે પાકિસ્તાની એન્કર નેશનલ ટેલિવિઝન પર કેએલ રાહુલ અને અથિયાના લગ્નમાં મળેલી ગિફ્ટની યાદી શેર કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, આ દરમિયાન તે ગિફ્ટની કિંમતને પાકિસ્તાની ચલણમાં પણ બદલી રહ્યો હતો અને આશ્ચર્યમાં પડી ગયો હતો કે કોઈને આટલી મોંઘી ગિફ્ટ કેવી રીતે મળી શકે છે.
“Abdullah start ho jao”pic.twitter.com/Le7BwYKXPY
— Shivani Shukla (@iShivani_Shukla) January 30, 2023
વાસ્તવમાં સુનીલ શેટ્ટીની દીકરીના લગ્ન બાદ એવા અહેવાલો આવ્યા હતા કે તેને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, પૂર્વ કેપ્ટન એમએસ ધોની, બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાને મોંઘી ગિફ્ટ આપી છે. જો કે બાદમાં બંનેના પરિવારજનોએ વાયરલ થઇ રહેલા સમાચારની સત્યતા જણાવી હતી. વીડિયોમાં એન્કર હુમા આમિર શાહ અને અબ્દુલ્લા સુલ્તાનનું કહેવું છે કે કેએલ રાહુલ અને અથિયાને ખુદ સુનીલ શેટ્ટીએ 50 કરોડ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું હતું, જેની કિંમત પાકિસ્તાનમાં લગભગ 1.5 અબજ રૂપિયા છે.