અંડર-19 વુમન્સ વર્લ્ડ કપની ફાઈનલ આજે ભારત અને ઇઁગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ T20 ફોર્મેટની આ ટૂર્નામેન્ટની પ્રથમ આવૃત્તિ છે. ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી છે.
પહેલી બેટિંગ કરતાં ઇંગ્લેન્ડની ટીમ 17.1 ઓવરમાં 68 રન જ બનાવી શકી હતી. વુમન્સ ટીમ ઈન્ડિયાને પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 20 ઓવરમાં 69 રનની જરૂર છે.
અર્ચના, પાર્શ્વી, સાધુની 2-2 વિકેટ
અર્ચના દેવી, પાર્શ્વી ચોપરા અને તિતાસ સાધુએ 2-2 વિકેટ લીધી છે. મન્નત કશ્યપ, સોનમ યાદવ અને શેફાલી વર્માને એક-એક વિકેટ મળી હતી. એક બેટર રન આઉટ થઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી રાયના મેકડોનાલ્ડ-ગેએ સૌથી વધુ 19 રન બનાવ્યા હતા.
પાવરપ્લેમાં ઇંગ્લેન્ડની કમર તૂટી ગઈ
ટૉસ જીતીને પહેલા બોલિંગ કરનાર ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેમાં જ ઇંગ્લેન્ડની કમર તોડી નાખી હતી. ટીમે પહેલી ઓવરમાં જ લિબર્ટી હીપને આઉટ કરી હતી. ચોથી ઓવરમાં અર્ચના દેવીએ 2 વિકેટ ઝડપી હતી અને ઇંગ્લેન્ડનો સ્કોર 16 રનમાં 3 વિકેટે થઈ ગયો હતો. ભારતે પાવરપ્લેની 6 ઓવરમાં ઇંગ્લેન્ડને માત્ર 22 રન બનાવવા દીધા હતા.