મેન રનિંગ સાઇકલઃ હાલમાં જ એક યુવતી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી, જે સાઇકલ ચલાવતી વખતે દોરડા કૂદતી હતી, આ દરમિયાન તેનું બેલેન્સ જોવા લાયક હતું. હાલમાં જ એક વ્યક્તિનો સાઇકલ ચલાવતો વીડિયો વાયરલ થયો છે અને તે પોતાનું હેન્ડલ પકડી રહ્યો નથી. એટલું જ નહીં, તે વ્યક્તિ ખૂબ જ ઝડપથી સાઇકલ ચલાવી રહ્યો છે.
‘આટલો બધો આત્મવિશ્વાસ હોવો જોઈએ’
और कुछ मिले ना मिले…life में बस इतना confidence मिल जाए… pic.twitter.com/bI6HcnuB1z
— Arif Shaikh IPS (@arifhs1) January 7, 2023
ખરેખર, આ વીડિયોને પોલીસ સર્વિસ ઓફિસર આરીફ શેખે ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે જીવનમાં તમને કંઇક મળે કે ના મળે, પરંતુ આટલો આત્મવિશ્વાસ હોવો જોઇએ. આ વીડિયોમાં એક મજૂર પોતાની સાઈકલને ભરચક બજારમાં લઈ જતો જોવા મળી રહ્યો છે અને તેણે અનેક પ્રકારનો સામાન પણ પોતાના માથા પર રાખ્યો છે.